આજનું પંચાંગ (Ajnu Panchang Gujarati) 08 નવેમ્બર 2026 | Diwali Choghadiya Muhurat : હિંદુ પરંપરા મુજબ કોઈપણ નવું કે માંગલિક કાર્ય-જેમ કે વાહન ખરીદી, ગૃહપ્રવેશ અથવા નવા વેપારની શરૂઆત યોગ્ય અને શુભ સમય પર કરવામાં આવે તો તેમાં ચોક્કસ સફળતા મળે છે.
આ માટે પંચાંગની તિથિ, ગ્રહ-નક્ષત્ર સ્થિતિ તેમજ દિવસ અને રાત્રિના ચોઘડિયાનું વિશેષ મહત્વ રહેલું છે. આજે 8 નવેમ્બર 2026, શનિવારના રોજ સવારે 11:27 કલાક સુધી ચૌદસની તિથિ રહેવાની છે. જે બાદ અમાસ બેસી જશે અને દિવાળીનો પર્વ શરૂ થઈ જશે. દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતીની સાથે-સાથે ભગવાન ગણેશની પૂજા કરવાનું મહત્ત્વ છે.
જો પૂજા સારા મુહૂર્તમાં કરવામાં આવે, તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે દિવાળી પર ચોઘડિયા, સ્થિર લગ્ન સહિત 14 શુભ મુહૂર્ત છે. આજે અહીં દિવાળીના દિવસનું સંપૂર્ણ પંચાંગ, શુભ-અશુભ મુહૂર્ત અને ચોઘડિયાની વિગતો નીચે મુજબ આપેલી છે.
આજનું પંચાગ 08 નવેમ્બર, 2026
સૂર્યોદય: 06:48 AM
સૂર્યાસ્ત: 05:58 PM
ચંદ્રોદય: 06:48 AM નવેમ્બર 09
ચંદ્રાસ્ત: 05:04 PM
ગુજરાતી સંવત: 2082 પિંગળ
ચંદ્ર માસ: આસો
વાર: રવિવાર
પક્ષ: વદ
તિથિ: ચૌદસ 11:27 AM સુધી, પછી દિવાળી
નક્ષત્ર: સ્વાતિ પૂર્ણ રાત્રિ સુધી
યોગ: આયુષ્માન 03:03 AM નવેમ્બર 09 સુધી
કરણ: શકુનિ 11:27 AM સુધી
દ્વિતીય કરણ: ચતુષ્પાદ 11:56 PM સુધી
સૂર્ય રાશિ: તુલા (ર.ત)
ચંદ્ર રાશિ: તુલા (ર.ત)
આજના શુભ મુહૂર્ત
અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:46 PM
બ્રહ્મ મુહૂર્તઃ 5:06 AM થી 05:57 AM
અમૃત કાલ: 10:02 PM થી 11:44 PM
વિજય મુહૂર્તઃ 02:15 PM થી 02:59 PM
આજના અશુભ મુહૂર્ત
રાહુ કાળ: 04:34 PM થી 05:58 PM
ગુલિક કાળ: 03:11 PM થી 04:34 PM
યમગંડ: 12:23 PM થી 01:47 PM
વર્જ્યઃ 11:49 AM થી 01:32 PM
અમદાવાદ માટે આજના દિવસ અને રાતના ચોઘડિયા
| ચોઘડિયું | સમય | ફળ |
| ઉદ્વેગ | 06:48 AM થી 08:12 AM | ખરાબ |
| ચલ | 08:12 AM થી 09:36 AM | નિષ્પક્ષ |
| લાભ | 09:36 AM થી 11:00 AM | લાભ |
| અમૃત | 11:00 AM થી 12:23 PM | શ્રેષ્ઠ |
| કાળ | 12:23 PM થી 01:47 PM | નુકસાન |
| શુભ | 01:47 PM થી 03:11 PM | સારું |
| રોગ | 03:11 PM થી 04:34 PM | દુષ્ટ |
| ઉદ્વેગ | 04:34 PM થી 05:58 PM | ખરાબ |
રાત્રિના ચોઘડિયા
| ચોઘડિયું | સમય | ફળ |
| શુભ | 05:58 PM થી 07:34 PM | સારું |
| અમૃત | 07:34 PM થી 09:11 PM | શ્રેષ્ઠ |
| ચલ | 09:11 PM થી 10:47 PM | નિષ્પક્ષ |
| રોગ | 10:47 PM થી 12:24 AM (નવેમ્બર 09) | દુષ્ટ |
| કાળ | 12:24 AM થી 02:00 AM (નવેમ્બર 09) | નુકસાન |
| લાભ | 02:00 AM થી 03:36 AM (નવેમ્બર 09) | લાભ |
| ઉદ્વેગ | 03:36 AM થી 05:13 AM (નવેમ્બર 09) | ખરાબ |
| શુભ | 05:13 AM થી 06:49 AM (નવેમ્બર 09) | સારું |
લક્ષ્મીજીની પૂજા માટે સ્થિર લગ્નના ચાર શુભ મુહૂર્ત નોંધી લો Diwali Choghadiya Muhurat
દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા માટે સ્થિર લગ્નનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, લગ્નમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે. 8 નવેમ્બરે દિવાળી પર સ્થિર લગ્નના ચાર શુભ મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે. જો તેના ઉપર નજર નાંખીએ તો,
સૌ પ્રથમ સવારે 7:31 થી 9:46 વાગ્યા સુધી વૃશ્વિક લગ્ન રહેશે. જે બાદ બપોરે 1:38થી 3:11 વાગ્યા સુધી કુંભ લગ્ન રહેશે. સાંજે 6:22 થી 8:20 વાગ્યા સુધી (પ્રદોષ કાળ) વૃષભ સ્થિર લગ્નનું મુહૂર્ત રહેશે. જ્યારે છેલ્લે રાતે 12:50 થી 03:01 વાગ્યા સુધી સિંહ લગ્નનું સ્થિર મુહૂર્ત રહેશે.
