Diwali 2026: દિવાળી પર કેવા ઘરોમાં લક્ષ્મી માતા પધારે છે? આ પાંચ આદતો નક્કી કરે છે ધનની દેવી પ્રસન્ન થશે કે નારાજ

દિવાળીના પર્વ પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પાંચ મહત્વપૂર્ણ આદતોનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા, મહિલાઓનું સન્માન, એંઠા વાસણો ન રાખવા, અતિથિ સત્કાર અને રાત્રિ જાગરણ દ્વારા માતા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 10:37 PM (IST)Updated: Fri, 06 Nov 2026 10:37 PM (IST)
where-does-goddess-lakshmi-reside-on-diwali-2026-5-habits-that-bring-prosperity

How To Attract Goddess Lakshmi On Diwali: શુક્રવારના રોજ ધનતેરસના પર્વ સાથે દિવાળીના 5 દિવસના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. હવે શનિવારે કાળી ચૌદસ બાદ રવિવારે દિવાળી છે, ત્યારે આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા મુજબ, જે લોકો દિવાળીના દિવસે વિધિ-વિધાનથી ધનની દેવીની પૂજા કરે છે અને કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખે છે, તો લક્ષ્મી માતા તેમના ઘરમાં અચૂક વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, દિવાળીના દિવસે કેવા ઘરોમાં લક્ષ્મી માતા પધારે છે? તો ચાલો આજે અમે અહીં તમને તમારા આ પ્રશ્નનો જવાબ આપી દઈએ..

  • સ્વચ્છતાઃ જે ઘરોમાં દિવાળીના દિવસે સાફ-સફાઈ અર્થાત સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો છો. તેમજ જે ઘરમાં જ્યાં-ત્યાં વસ્તુઓ વેરવિખેર ના પડી હોય, તેવા ઘરમાં જ લક્ષ્મીજી વાસ કરે છે અને પોતાની કૃપા વરસાવે છે.
  • મહિલાઓનું સન્માનઃ જે ઘરોમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે અને તેમને ગૃહલક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે, તો તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતાનું આગમન થાય છે. ધાર્મિક માન્યતા મુજબ, જે ઘરોમાં હંમેશા વાદ-વિવાદ અને કંકાશ રહેતો હોય, ત્યાં લક્ષ્મી ક્યારેય નથી આવતી. આથી ઘરમાં ક્યારેય વાદ-વિવાદ ના કરવો જોઈએ.
  • રસોડામાં એંઠા વાસણઃ રાતે એંઠા વાસણોને રસોડામાં મૂકી રાખવા અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મી માતાની સાથે-સાથે અન્નની દેવી અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે. જેના પરિણામે પરિવારને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • અતિથિ સત્કાર અને દાન-પુણ્યઃ જે ઘરના દ્વાર પરથી કોઈ ભૂખ્યો કે જરૂરિયાતમંદ વ્યક્તિ ખાલી હાથે નથી પાછો જતો અને જેઓ પોતાની ક્ષમતા પ્રમાણે દાન-પુણ્ય અને પરોપરાક કરે છે, તેવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી.
  • રાતે જાગરણઃ એવું માનવામાં આવે છે કે, કારતક અમાસની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને જુએ છે કે, કોણ જાગીને તેમની પ્રતિક્ષા કરી રહ્યું છે. આથી દિવાળીની રાતે આળસમાં સૂઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે લોકો રાતે મંત્રજાપ, શ્રી સૂક્તનો પાઠ, કનકધારા સ્ત્રોત કે દીવો પ્રગટાવીને માતાજીની આરાધનામાં લીન રહે છે, તેમના પર લક્ષ્મી દેવીની વિશેષ કૃપા વરસે છે.