Dhanteras 2026 Date: વર્ષ 2026માં ધનતેરસ ક્યારે છે? નોંધી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

Dhanteras 2026 Date: વર્ષ 2026 માં ધનતેરસ તહેવાર ક્યારે ઉજવાશે તે અંગે લોકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ ધનતેરસની સાચી તારીખ અને મુહૂર્ત વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 27 Oct 2026 03:24 PM (IST)Updated: Tue, 27 Oct 2026 03:24 PM (IST)
dhanteras-2026-date-chopda-pujan-muhurat-time-puja-vidhi-rituals-and-significance-in-gujarati-calendar
AI PHOTO

Dhanteras 2026 Date and Muhurat Time: દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો અને અન્ય શુભ વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા પણ છે. ત્યારે વર્ષ 2026માં ધનતેરસ ક્યારે છે, પૂજા માટે કયો સમય શુભ રહેશે અને આ દિવસનું ધાર્મિક મહત્ત્વ શું છે, તે અહીં જાણો.

ધનતેરસ 2026ની તારીખ(Dhanteras 2026 Date)

ગુજરાતી પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ધનતેરસનો તહેવાર શુક્રવાર, 6 નવેમ્બર, 2026ના રોજ ઉજવવામાં આવશે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા સાથે માતા લક્ષ્મી અને કુબેર મહારાજની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન-ધાન્ય વધે છે.

ધનતેરસ 2026 શુભ મુહૂર્ત (Dhanteras 2026 Shubh Muhurat)

તારીખ: 6 નવેમ્બર, 2026, શુક્રવાર

ત્રયોદશી તિથિ શરૂ: 6 નવેમ્બરે સવારે આશરે 9:30 વાગ્યે

ત્રયોદશી તિથિ પૂર્ણ: 7 નવેમ્બરે સવારે આશરે 11:45 વાગ્યે

પ્રદોષ કાળ: સાંજે 5:59થી રાત્રે 8:33 વાગ્યા સુધી

લક્ષ્મી-કુબેર પૂજા મુહૂર્ત: સાંજે 6:30થી રાત્રે 8:28 વાગ્યા સુધી

વૃષભ કાળ: સાંજે 6:30થી રાત્રે 8:28 વાગ્યા સુધી

ધનતેરસ પર ખરીદી માટે કયો સમય શુભ છે?

ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોનું, ચાંદી, વાસણો અને ઘરવપરાશની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ઘણા લોકો આ દિવસે વાહન, ઘરેણાં અથવા ઘરની જરૂરિયાતની અન્ય વસ્તુઓની ખરીદી પણ કરે છે. 6 નવેમ્બરે સવારે 9:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ખરીદી માટેનો સમય જણાવવામાં આવ્યો છે.

ધનતેરસ 2026ના અન્ય શુભ મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત: સવારે 5:05થી 5:56 વાગ્યા સુધી

પ્રાતઃ સંધ્યા: સવારે 5:31થી 6:47 વાગ્યા સુધી

અભિજિત મુહૂર્ત: બપોરે આશરે 12:00થી 12:45 વાગ્યા સુધી

વિજય મુહૂર્ત: બપોરે આશરે 2:15થી 3:00 વાગ્યા સુધી

ગોધૂળી મુહૂર્ત: સાંજે 5:59થી 6:25 વાગ્યા સુધી

સાયાહ્ન સંધ્યા: સાંજે 5:59થી 7:16 વાગ્યા સુધી

અમૃત કાળ: રાત્રે 10:31થી 7 નવેમ્બરે મધરાત પછી 12:10 વાગ્યા સુધી

નિશિતા મુહૂર્ત: રાત્રે 11:58થી 7 નવેમ્બરે મધરાત પછી 12:49 વાગ્યા સુધી

ધનતેરસનું ધાર્મિક મહત્વ (Dhanteras Importance)

ધનતેરસનો તહેવાર ધન, આરોગ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર, સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરિને આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. તેથી આ દિવસે તેમની પૂજા કરીને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને કુબેર મહારાજની પૂજા પણ કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી, જ્યારે કુબેર મહારાજને ધનના દેવતા માનવામાં આવે છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવવાની પરંપરા પણ છે. ધનતેરસથી દિવાળીના ઉત્સવની શરૂઆત થતાં ઘરોની સફાઈ, સજાવટ અને ખરીદીની તૈયારીઓ પણ વેગ પકડે છે. આ દિવસ લોકો માટે નવી શરૂઆત, સુખ-સમૃદ્ધિ અને પરિવારની ખુશીઓની કામના કરવાનો અવસર છે.