Dhanteras 2024: ધનતેરસ પર બની રહ્યો છે શુભ સંયોગ, આ 5 લકી રાશિના જાતકોની ચમકી ઉઠશે કિસ્મત

આ દિવસે વિશેષ મહાયોગ બની રહ્યો છે, જેમાં ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ અને લક્ષ્મી નારાયણ યોગ સામેલ છે. આ બધા યોગ ધનની વર્ષા કરાવનાર માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Oct 2024 11:35 PM (IST)Updated: Sun, 27 Oct 2024 11:35 PM (IST)
dhanteras-2024-zodiac-sign-these-5-rashi-get-labh
HIGHLIGHTS
  • નવું રોકાણ, ખરીદી અને નાણાંકીય યોજનાઓમાં સફળતાની સંભાવના

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર, 2024ના રોજ આવી રહી છે. આ દિવસે વિશેષ મહાયોગ બની રહ્યો છે, જેમાં ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ અને લક્ષ્મી નારાયણ યોગ સામેલ છે. આ બધા યોગ ધનની વર્ષા કરાવનાર માનવામાં આવે છે. આ અવસરે લોકો નવું રોકાણ, ખરીદી અને નાણાંકીય યોજનાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, જેનાથી સમૃદ્ધિ અને સુખની સંભાવના વધે છે.

વૃષભ (Taurus)

આ વર્ષે ધનતેરસ ખાસ કરીને વૃષભ રાશિના લોકો માટે લાભદાયી નીવડશે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનની તકો છે, જેનાથી તેમની કમાણી વધશે. ભાગીદારીમાં વેપાર કરનારા લોકોને પણ સારો નફો મળવાની આશા છે. આ સમયગાળા દરમિયાન તેમને પાર્ટનરનું ભરપુર સહયોગ પણ મળશે.

વૃશ્ચિક (Scorpio)

આ ધનતેરસે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણી સકારાત્મક તકો આવશે. આ રાશિના જાતકોને આ સમયગાળામાં ઉત્તમ ડીલ્સ મળી શકે છે, જે તેમની સફળતાના નવા પરિમાણો સ્થાપિત કરશે. તેમની કાર કે મકાન ખરીદવાની યોજનાઓ પણ સફળ થશે. આ સાથે જ લવ લાઈફ પણ ખુશહાલ રહેશે.

કર્ક (Cancer)

ધનતેરસ પર કર્ક રાશિના જાતકો વિશેષ યોગ બની રહ્યા છે, જે ખૂબ જ શુભ સાબિત થશે. આ દિવસે અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે, જેનાથી નાણાંકીય સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના જાતકોને પરિવારનો પુરતો સહયોગ પણ મળશે. આ સમયે લક્ઝરી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે, જે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

સિંહ (Leo)

સિંહ રાશિના જાતકો માટે આ વર્ષની ધનતેરસ ખૂબ જ શુભ સાબિત થશે. કમાણી સારી થવાથી આર્થિક સ્થિતિમાં પણ સકારાત્મક સુધારો જોવા મળશે. વેપારનો ગ્રાફ પણ ઊંચે જશે, જે તમને સફળતાની નવી ઊંચાઈએ લઈ જશે. આ સાથે જ જીવનસાથી સાથે પણ સબંધ સુધરશે.

મીન (Pisces)

ધનતેરસના દિવસે મીન રાશિના જાતકો માટે દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે તેમને લાભ પ્રદાન કરશે. આ દિવસે પૈતૃક સંપત્તિથી લાભ થવાની સંભાવના છે, જે નાણાંકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ ઉપરાંત સમાજમાં માન-સન્માન પણ વધશે, જે તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. આ સમય તમારા માટે શુભ રહેશે.