Chandra Grahan 2025: 7 સપ્ટેમ્બરે વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જાણો તમારા શહેરમાં દેખાશે કે નહિ

ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યેને 58 મિનિટે થશે અને તે 8 સપ્ટેમ્બરની રાત્રે 1 વાગ્યેને 26 મિનિટે સમાપ્ત થશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 06 Sep 2025 11:41 AM (IST)Updated: Sat 06 Sep 2025 11:41 AM (IST)
chandra-grahan-2025-7-september-will-visible-in-these-cities-of-india-598361

Chandra Grahan 2025: વર્ષ 2025નું બીજું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ લાગશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ખગોળીય ઘટના દરમિયાન, ચંદ્ર પૃથ્વીની પ્રચ્છાયાથી સંપૂર્ણપણે ઢંકાઈ જશે. જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણનો કુલ સમય 1 કલાક, 21 મિનિટ અને 27 સેકન્ડ સુધીની રહેશે.

ભારતમાં ગ્રહણનો સમય

ભારતમાં પણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. નવી દિલ્હીના સમય અનુસાર ચંદ્રગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યેને 58 મિનિટે થશે અને તે 8 સપ્ટેમ્બરની રાત્રે 1 વાગ્યેને 26 મિનિટે સમાપ્ત થશે. ભારત 3 કલાક, 28 મિનિટ અને 2 સેકન્ડ સુધી ચંદ્ર ગ્રહણ રહેશે.

  • પ્રચ્છાયાથી પ્રથમ સ્પર્શ: રાત્રે 9:58 કલાકે
  • ખગ્રાસની શરૂઆત: રાત્રે 11:01 કલાકે.
  • પરમગ્રાસ ચંદ્રગ્રહણ : રાત્રે 11:42 કલાકે.
  • ખગ્રાસ સમાપ્તિ: રાત્રે 12:22 કલાકે

ભારતના શહેરો ક્યાં ગ્રહણ દેખાશે

નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. સામાન્ય રીતે આ ચંદ્ર ગ્રહણ આખા દેશમાં જોવા મળશે.