Bestu Varas 2026 Date and Time: દિવાળીના તહેવારની ઉજવણી બાદ ગુજરાતીઓમાં નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષની આતુરતાથી રાહ જોવાતી હોય છે. આ દિવસને ગુજરાતી નૂતન વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો વહેલી સવારે ઊઠીને ભગવાનની પૂજા કરે છે, મંદિરે દર્શન કરવા જાય છે અને પરિવારજનો તથા મિત્રો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરે છે. ત્યારે ચાલો જાણીએ કે વર્ષ 2026માં બેસતું વર્ષ ક્યારે છે, આ દિવસે કઈ તિથિ રહેશે અને પૂજા માટે કયા શુભ મુહૂર્ત છે.
બેસતું વર્ષ 2026 ક્યારે છે? (Bestu Varas 2026 Date)
વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર, ગુજરાતી નવું વર્ષ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ ઉજવવાની પરંપરા છે. વર્ષ 2026માં બેસતું વર્ષ મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસથી ગુજરાતી નૂતન વર્ષ એટલે કે વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે.
પંચાંગ અનુસાર, કારતક સુદ એકમ એટલે કે પ્રતિપદા તિથિની શરૂઆત 9 નવેમ્બર 2026ના રોજ બપોરે 12:31 વાગ્યે થશે. જ્યારે આ તિથિ 10 નવેમ્બર 2026ના રોજ બપોરે 2:00 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિની માન્યતા અનુસાર, 10 નવેમ્બરના રોજ બેસતું વર્ષ ઉજવવામાં આવશે.
બેસતા વર્ષની તારીખ અને તિથિ
- તહેવાર: બેસતું વર્ષ (ગુજરાતી નૂતન વર્ષ)
- તારીખ: મંગળવાર, 10 નવેમ્બર 2026
- નવું વર્ષ: વિક્રમ સંવત 2083
- મહિનો: કારતક
- પક્ષ: શુક્લ પક્ષ
- તિથિ: કારતક સુદ એકમ (પ્રતિપદા)
- પ્રતિપદા તિથિ શરૂ: 9 નવેમ્બર 2026, બપોરે 12:31 વાગ્યે
- પ્રતિપદા તિથિ પૂર્ણ: 10 નવેમ્બર 2026, બપોરે 2:00 વાગ્યે
બેસતું વર્ષ 2026ના શુભ મુહૂર્ત (Bestu Varas 2026 Shubh Muhurat)
ગુજરાતી નૂતન વર્ષના દિવસે લોકો નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદ લઈને કરે છે. આ દિવસે ઘરમાં પૂજા-અર્ચના કરવી, મંદિરે દર્શન કરવા જવું અને શુભ કાર્યોની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. બેસતા વર્ષના દિવસે પૂજા અને ધાર્મિક કાર્યો માટેના શુભ મુહૂર્ત નીચે મુજબ છે.
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 05:07 થી 05:58 વાગ્યા સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 05:33 થી 06:50 વાગ્યા સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:01 થી 12:46 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 02:15 થી 02:59 વાગ્યા સુધી
- ગોધૂલી મુહૂર્ત: સાંજે 05:57 થી 06:23 વાગ્યા સુધી
- સાયાહ્ન સંધ્યા: સાંજે 05:57 થી 07:14 વાગ્યા સુધી
- અમૃત કાળ: બપોરે 12:14 થી 11 નવેમ્બરના રોજ રાત્રે 01:59 વાગ્યા સુધી
- નિશિતા મુહૂર્ત: રાત્રે 11:58 થી 11 નવેમ્બરના રોજ મધરાતે 12:49 વાગ્યા સુધી
Disclaimer: અહીં આપવામાં આવેલી તિથિ અને શુભ મુહૂર્તની માહિતી પંચાંગ આધારિત છે. સ્થળ પ્રમાણે મુહૂર્તના સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે.
