Bestu Varas 2025: બેસતા વર્ષના દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું, જાણી લો

નવા વર્ષમાં સુખ, શાંતિ અને લાભ મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો પણ કરે છે. વર્ષના પ્રથમ દિવસે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. જાણો શું કરવું અને શું ન કરવું.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 21 Oct 2025 05:11 PM (IST)Updated: Tue, 21 Oct 2025 05:11 PM (IST)
bestu-varas-2025-astro-tips-know-what-to-do-and-what-not-on-first-day-of-the-year

Bestu Varas 2025 Astro Tips: આ વર્ષે 2 નવેમ્બરના રોજ ગુજરાતી બેસતું વર્ષ મનાવવામાં આવશે. બેસતા વર્ષની શરૂઆત હંમેશા ખાસ રીતે કરવી જોઈએ. નવા વર્ષમાં સુખ, શાંતિ અને લાભ મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો પણ કરે છે. વર્ષના પ્રથમ દિવસે કેટલાક કામ કરવાથી આખા વર્ષ દરમિયાન લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે આપણે જેવી રીતે આ દિવસ પસાર કરીએ છીએ તેવા જ આપણા અન્ય દિવસો પસાર થાય છે. તેથી લોકો આ દિવસ ખૂબ ખુશીઓ સાથે ઉજવે છે. દાન પુણ્ય કરે છે.

બેસતા વર્ષમાં આ દર્શન શુભ માનવામાં આવે છે

આ દિવસે બ્રાહ્મણના દર્શન અને આશિર્વાદ લેવા જોઈએ. ભગવાનની પ્રતિમા, સન્યાસી,બ્રહ્મચારી, ગાય, અગ્નિ, ગુરુ, હાથી, સિંહ, કોયલ, અશ્વ, મણિ, મોતી, હીરા, તુલસી, કુમકુમ, સૂર્ય, ચંદ્ર આ તમામ વસ્તુઓના દર્શન શુભ માનવામાં આવે છે.

naidunia_image

બેસતા વર્ષના દિવસે શું કરવું

  • નવા વર્ષના પહેલા દિવસે વહેલા ઉઠી જવું અને સ્નાન કરવું
  • મંદિરમાં જાઓ અથવા ઘર પર પૂજા કરવી.
  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી.
  • સૂર્યદેવની જળ અર્પણ કરવું.
  • ગરીબોને દાન કરવું.
  • જરુરિયાતમંદને મદદ કરવી.
  • મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવો.
  • આગામી વર્ષ માટેના લક્ષ્યો બનાવવા
  • ઘરમાં સ્વચ્છતા રાખવી.
  • ઘરની સજાવટ કરવી.

બેસતા વર્ષના દિવસે શું ન કરવું

  • તામસિક ભોજન ન કરવું.
  • આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા.
  • કોઈની સાથે વાદ-વિવાદ ન કરવો જોઈએ.
  • માંસ મદિરાનું સેવન ન કરવું.
  • કોઈ ધારદાર ચીજ ઘરમાં ન લાવવી.