Shravan Month 2026 Rashifal In Gujarati: શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણાય છે, જે ભગવાન શિવની ઉપાસના માટે પ્રચલિત છે. ગુજરાતમાં શ્રાવણ માસને હજુ ઘણીવાર છે, પરંતુ પૂર્ણિમાંત પદ્ધતિને અનુસરતા ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી 30 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, જે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ સુધી રહેશે. આ દરમિયાન દાયકાઓ બાદ ગ્રહોની એક દુર્લભ યુતિ સર્જાવા જઈ રહી છે.
હકીકતમાં પૂર્ણિમાંત પદ્ધતિ (પૂનમથી શરૂ થતો મહિનો) પ્રમાણે 30 જુલાઈથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસમાં ગુરુ, શુક્ર અને ચંદ્રની યુતિથી એક અત્યંત દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ સમય દરમિયાન શનિ દેવ વક્રી અવસ્થા અને ગુરુ અસ્ત રહેશે. આમ આ તમામ ગ્રહોની સ્થિતિના પરિણામે 53 વર્ષ બાદ અદ્દભૂત સંયોગ બની રહ્યો છે.
આટલું જ નહીં, આ શ્રાવણ મહિના પર આયુષ્માન યોગની અસર પણ રહેશે, જે દીર્ઘાયુષ્ય અને કામકાજમાં સફળતા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આવનારી 17 ઓગસ્ટે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે અને આ દિવસે જ નાગપંચમીનો પર્વ પણ આવી રહ્યો છે. એવામાં સોમવાર અને નાગપંચમીનો અનોખો સંયોગ કાલસર્પ દોષમાંથી મુક્તિ માટે સૂચક માનવામાં આવે છે, તો ચાલો આવનારો શ્રાવણ માસ કંઈ રાશિના જાતકો માટે ચમત્કારિક સિદ્ધ થવાનો છે...
- મેષ (Aries Rashifal): આ રાશિના જાતકોને આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળતો જણાય. ભગવાન શિનની કૃપાથી તમારા વર્ષોથી અટકેલા કામોને ગતિ મળતા આનંદનો અહેસાસ થશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય. ઓચિંતો ધનલાભ થાય. જૂના દેવા ચૂકવવામાંથી મુક્તિ મળશે.
- કર્ક (Cancer Rashifal): આ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો આવકના બંધ દ્વાર ખોલી રહ્યો છે. ભગવાન શિવની કૃપાથી સમાજમાં તમારો માન-મોભો વધશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. જૂના રોકાણમાં સારૂં વળતર મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ માટે નવી દિશા મળશે. નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે.
- સિંહ (Leo Rashifal): આ રાશિના જાતકો પર ભોળાનાથના ખાસ આશીર્વાદ રહેશે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. હારેલી બાજીને જીતમાં ફેરવી શકશો. મનની અધૂરી ઈચ્છાઓ પૂરી થશે.ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતાં જણાય. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે.
- વૃશ્વિક (Scorpio Rashifal): ભગવાન શિવની કૃપાથી શ્રાવણ મહિનો તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય રહેશે. સંપત્તિની લે-વેચથી ફાયદો થાય. ધારેલા કાર્યમાં ફતેહ મળશે
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
