Shardiya Navratri 2026 Rashifal: આજે સપ્ટેમ્બર મહિનાનો આખરી દિન છે, જ્યારે 10 દિવસ બાદ એટલે કે 11 ઓક્ટોબર, 2026થી શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે માં દુર્ગા સુખ-સમૃદ્ધિના પ્રતિક એવા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. જેને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, માતાજીના હાથી પર સવાર થઈને આવવાની શુભ અસરથી 3 રાશિના જાતકોને જીવનમાં અણધારી સફળતા મળી શકે છે. તો ચાલો જાણીએ આ નવરાત્રી કંઈ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારી સાબિત થશે...
વૃષભ (Taurus)
તમારા માટે આ નવરાત્રી લાભદાયી સિદ્ધ થઈ શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે શાનદાર સફળતાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો, તે ઈચ્છા ફળિભૂત થઈ શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધવાથી તમારે આત્મવિશ્વાસ બુલંદ બનશે. ધંધાદારી વર્ગને આવક ઉભી કરવાના નવા માર્ગ સુઝશે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાશે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કન્યા (Virgo)
નવરાત્રી દરમિયાન તમારા લાંબા સમયથી અટકેલા કામો ગતિ પકડે અને પુરા થઈ શકે, તેવા યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત બનશે. વેપાર-ધંધામાં કોઈ મોટી ડીલ મળી શકે છે, જે ભવિષ્યમાં નફો રળી આપશે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગનો કામકાજને લઈને ઉત્સાહ બેવડાશે અને ટાસ્ક સમયસર પુરો કરી શકશે. જૂના કોઈ રોકાણ પર સારું વળતર મળી શકે છે. લગ્ન સબંધિત અડચણો દૂર થઈ શકે છે.
ધન (Sagittarius)
માતાજીની આરાધનાનો પર્વ તમારા માટે પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે. મકાન-વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. જો કોઈ લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય, તો તેના પર કામ કરવા માટે અનુકુળ સમય છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. અપેક્ષા પ્રમાણે પરિણામ મળવાથી માનસિક તણાવ હળવો થતો જણાય. વેપાર-ધંધામાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો, જે ભવિષ્યમાં ફાયદેમંદ નીવડશે. નોકરિયાત લોકોના કામકાજથી ઉપરી અધિકારીઓ સંતુષ્ટ રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
