Shani Vakri 2026: શનિની ઉલટી ચાલ 5 રાશિની મુશ્કેલી વધારશે, 27 જુલાઈથી જાતકોના જીવનમાં અનિશ્ચિતતાવાળો માહોલ સર્જાશે

ગ્રહોના રાજા શનિ 27 જુલાઈ, 2026 થી મીન રાશિમાં વક્રી થશે અને 11 ડિસેમ્બર, 2026 સુધી આ અવસ્થામાં રહેશે. આ વક્રી ચાલ મિથુન, સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જાતકો માટે કપરો સમય લઈને આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 19 Jul 2026 04:26 PM (IST)Updated: Sun, 19 Jul 2026 04:26 PM (IST)
shani-vakri-2026-these-5-zodiac-signs-might-face-heavy-financial-losses

Shani Vakri 2026: ગ્રહો-નક્ષત્રોનો જીવન સાથે સીધો સબંધ છે, જ્યારે પણ કોઈ ગ્રહ કે નક્ષત્રની ચાલમાં પરિવર્તન થાય, તો તેની અસર દેશ-દુનિયા ઉપરાંત તમામ રાશિઓના જાતકો પર પડતી હોય છે. હાલ જુલાઈ મહિનો તેની વિદાય તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આગામી 27મી તારીખે ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, જ્યાતે આગામી 11 ડિસેમ્બર, 2026 સુધી વક્રી અવસ્થામાં જ રહેશે.


જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે પણ શનિની ચાલ ઉલટી અર્થાત વક્રી થાય છે, ત્યારે તેની અસર રાશિચક્રની તમામ 12 રાશિઓના જાતકો પર અલગ-અલગ થતી હોય છે. આટલું જ નહીં, જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય, ત્યારે તે વધુ તીવ્રતાથી પોતાની અસર દેખાડતા હોય છે. કર્મ ફળના દાતા ગણાતા શનિ દેવ વ્યક્તિને તેના કર્મોના હિસાબે ફળ આપે છે. આથી શનિની વક્રી અવસ્થા 5 રાશિના જાતકો માટે કપરો સમય લઈને આવી રહી છે.

  • મિથુન (Gemini Rashifal): શનિની ઉલટી ચાલ તમારા માટે સારી સાબિત નહીં થાય. વેપારમાં વિચાર્યું પણ નહીં હોય તેવું નુકસાન થઈ શકે છે. તમારા કામમાં કોઈને કોઈ અવરોધ આવી શકે છે. કપરા સંજોગોમાં પણ ક્રોધ પર કંટ્રોલ રાખજો, નહીંતર બનેલા કામ બગડી શકે છે. નોકરિયાત વર્ગને વધારાનું કામનું ભારણ થકવી નાંખશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેવો હિતાવહ રહેશે.
  • સિંહ રાશિ (Leo Rashifal): શનિની વક્રી અવસ્થા દરમિયાન તમારે વધારે સાવધ રહેવાની જરૂર છે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. આથી સહેજ પણ બેદરકારી દાખવ્યા વિના સમયસર તબીબની સલાહ લેવી હિતાવહ રહે. કોઈ નવી યોજના બને તો, હાલ પુરતી મુલતવી રાખવી. ખૂબ જરૂરી જણાય, તો એક્સપર્ટ કે વડીલોની સલાહ લેવી. 
  • કન્યા (Virgo Rashifal): શનિની ઉલટી ચાલ તમારી ધીરજની ખરી કસોટી કરશે. ઉધાર આપવાનું ટાળજો, નહીંતર પૈસા ફસાઈ જવાની શક્યતા છે. બીજા પર વધુ પડતા નિર્ભર રહેશો, તો નિરાસા સાંપડી શકે છે. કોઈ પણ નવું કામ હાથમાં લેશો, તો તેમાં વધારે મહેનત કરવી પડશે. પ્રયત્નો છતાં ધારેલો લાભ દૂર ઠેલાતો લાગશે. ભાઈ-બહેન સાથેના સબંધોમાં મતભેદ થઈ શકે છે. ભાગીદારીના ધંધામાં નુકસાન જઈ શકે છે.
  • ધન (Sagittarius Rashifal): શનિની વક્રી ચાલ તમારા માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. ધાર્યા પ્રમાણે પરિણામ ના મળવાથી મન ઉદાસ રહેશે. નોકરિયાત વર્ગને નોકરી બદલવાની ઈચ્છા થાય, તેવા સંજોગો સર્જાઈ શકે છે. કરિયર અને વેપાર-ધંધામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈને પણ રૂપિયા ઉધાર ના આપશો. મિલ્કત સબંધિત કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેશો.
  • મીન (Pisces Rashifal): શનિની વક્રી અવસ્થા તમારા માટે શુભ નહીં રહે. આ સમયગાળા દરમિયાન કોઈ બીજાના કારણે તમને નુકસાન થઈ શકે છે. આથી કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના મૂકતા. નોકરીમાં પરિવર્તન ઈચ્છનારા જાતકોને હજુ વધારે રાહ જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. આત્મવિશ્વાસ ડગી જાય તેવું વાતાવરણ ઉભુ થાય.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.

 

 

 


Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.