Ketu Transit 2026: કેતુનું મઘા નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર 4 રાશિઓના પ્રગતિના દ્વાર ખોલશે, ઓક્ટોબર સુધી જાતકોનો 'ગોલ્ડન પીરિયડ' રહેશે

2 ઓગસ્ટ, 2026ના રોજ કેતુ મઘા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે, જે 2 ઓક્ટોબર, 2026 સુધી રહેશે. આ ગોચર મેષ, મિથુન, કન્યા અને ધન રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Jul 2026 04:28 PM (IST)Updated: Sat, 18 Jul 2026 04:28 PM (IST)
ketu-transit-in-magha-makshatra-2nd-pada-2026-golden-times-for-these-4-zodiac-signs

Ketu Magha Nakshatra Transit 2026: જુલાઈ મહિનાનું બીજુ પખવાડિયું શરૂ થઈ ગયું છે અને 15 દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું ખૂબ જ અગત્યનું રહેવાનું છે, કારણ કે આ સમયમાં રહસ્યમય અને છાય ગ્રહ ગણાતો કેતુ નક્ષત્ર પરિવર્તન કરવાનો છે.

હકીકતમાં આગામી 2 ઓગસ્ટ, 2026ના રવિવારે અડધી રાતે 12:08 કલાકે કેતુ મઘા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે, જ્યાં તે આવનારી 2 ઓક્ટોબર, 2026 સુધી બિરાજમાન રહેશે. એવામાં કેતુનું આ નક્ષત્ર પરિવર્તન 4 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે, તો ચાલો જાણીએ કેતુના મઘા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ સાથે કંઈ રાશિના જાતકોને જીવનમાં ફાયદો થશે... 

 

  • મેષ (Aries Rashifal): કેતુનું નક્ષત્ર પદ પરિવર્તન આ રાશિના જાતકો માટે વરદાનરૂપ રહેવાનું છે. વેપાર-ધંધામાં ધારેલી સફળતા હાંસલ કરી શકો છો. પરિવાર સાથે સારો સમય વીતાવી શકો છો. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. નોકરીમાં બઢતીમાં બાધા દૂર થાય. કોર્ટ કાર્યવાહીમાં ફાયદો થતો જણાશે. ફસાયેલા પૈસા પરત મળવાના યોગ છે.
  • મિથુન (Gemini Rashifal): કેતુનું નક્ષત્ર પરિવર્તન થતાં તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે તમને ભવિષ્યમાં ફાયદેમંદ નીવપડશે. વેપાર-ધંધામાં અણધાર્યા નફાના યોગ બની રહ્યા છે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળવાના સંકેત છે. અપરિણીતો માટે વિવાહ યોગ સર્જાશે. વડીલો સાથે મતભેદો દૂર થતા જણાય. મહેનતનો યોગ્ય બદલો મળશે.
  • કન્યા (Virgo Rashifal): તમારા માટે કેતુનું નક્ષત્ર પદ પરિવર્તન ચમત્કારથી કમ નહીં રહે. આ સમય દરમિયાન તમે ભાગ્યના સથવારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો. વર્ષોથી અટકેલા કામો ગતિ પકડવા માંડશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય.ફસાયેલા પૈસા પરત મળવાના યોગ છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. 
  • ધન (Sagittarius Rashifal): તમારા માટે કેતુનું મઘા નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર સૌભાગ્ય લઈને આવી રહ્યું છે. નોકરિયાત વર્ગને બઢતીમાં બાધા દૂર થાય. વેપાર-ધંધા માટે કરેલી મુસાફરી ફળદાયી નીવડશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો.નવી ઓળખાણ લાભદાયક રહેશે.


Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.