Guru Surya Yuti In Kark Rashi: આજે જૂન મહિનાનો અંતિમ દિવસ છે અને કાલથી જુલાઈ શરૂ થવા જઈ રહ્યો છે, જે ગ્રહ ગોચર અને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતમાં જુલાઈ મહિનામાં પખવાડિયા બાદ બે મહત્વના ગ્રહો એકબીજા સાથે અત્યંત શુભ યુતિ સર્જવા જઈ રહ્યા છે.
વૈદિક પંચાગ પ્રમાણે, આગામી 16 જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય મિથુન રાશિમાંથી નીકળીને ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરવાના છે, જ્યાં પહેલાથી જ શુભ ફળોના કારક ગણાતો ગુરુ ગ્રહ બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને સૂર્યને એકબીજાના મિત્ર ગ્રહ ગણવામાં આવે છે. એવામાં બન્ને ગ્રહો એક જ રાશિમાં આવવાથી ચાર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ...
મેષ (Aries Rashifal): આજથી 15 દિવસ બાદ બનવા જઈ રહેલી સૂર્ય-ગુરુની યુતિ મેષ રાશિના જાતકો માટે ખુશીઓનો ખજાનો ખોલવા જઈ રહી છે. આ સમય દરમિયાન કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. વધારાની આવક પ્રાપ્તિના પ્રયત્નો સફળ થતા જણાશે. મન પ્રસન્ન રહેશે. મનમાં ધારશો એ કામ પાર પડતું જશે
વૃષભ (Taurus Rashifal): રાશિ ચક્રની બીજી રાશિ માટે સૂર્ય-ગુરુની યુતિ લાભકારી સિદ્ધ થવા જઈ રહી છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ બુલંદ બનશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. ભાગીદારીમાં ધંધો કરતાં વેપારી વર્ગ માટે બિઝનેસમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (Cancer Rashifal): સૂર્ય અને ગુરુની યુતિ કર્ક રાશિમાં જ બનવાની છે, જેના પરિણામે જાતકોને આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે. કાયદાકીય અને કોર્ટને લગતા કામો ઉકેલાશે. જાતકોને આવકનો નવો માર્ગ સુઝશે.લાંબી બીમારીમાંથી બેઠા થવાશે.
તુલા (Libra Rashifal): આ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર સફળતાના નવા અવસરો લઈને આવી રહ્યું છે. આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં બહેતર બનશે. ઘરમાં સુખ-શાંતિ વધશે. લાંબાગાળાથી એક જ જગ્યાએ રહેલા નોકરિયાતોને પ્રમોશનની તક મળશે. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થાય. લગ્ન વિષયક ચિંતા હળવી થશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
