Love Rashifal 20 October 2026 in Gujarati (લવ રાશિફળ): આજે તારીખ 20 ઓક્ટોબરનું લવ રાશિફળ મેષથી માંડીને મીન સુધીની તમામ રાશિના જાતકોના પ્રેમ સબંધોને લઈને અનેક મોટા સંકેત આપી રહ્યું છે. કેટલીક રાશિના જાતકોના પ્રેમ સબંધો ગાઢ બનશે અને પાર્ટનર સાથે તાલમેલ વધશે, તેમ દર્શાવી રહ્યું છે.
બીજી તરફ કેટલીક રાશિના જાતકોને જીવનસાથી સાથે ગેરસમજ ટાળવા અને વાણીમાં સંયમ જાળવવું હિતાવહ રહેવાની સલાહ છે, તો ચાલો જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો તમારો દિવસ સંબંધોની દ્રષ્ટિએ કેવો રહેશે.
મેષ (Aries)
આજે તમારા લવ પાર્ટનર સાથે તમારા સંબંધો ઉત્તમ રહેશે. તમારા બંને વચ્ચે અદ્ભુત તાલમેલ જોવા મળશે. લોકો તમારી જોડીને પસંદ કરશે. આજે તમે પાર્ટનર સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો, દિવસ શાનદાર રહેશે અને તમે દિવસને ખૂબ એન્જોય કરશો.
વૃષભ (Taurus)
આજે પોતાના લવ પાર્ટનર સાથે તમારા વૈચારિક મતભેદો સમાપ્ત થશે. કેટલીક નાની-નાની બાબતોને લઈને વિવાદ કે ઝઘડો થઈ શકે છે, જોકે આ ઝઘડો લાંબો સમય ટકશે નહીં. ઘરેલું વાતોમાં તમારો પાર્ટનર તમારી સલાહ લઈ શકે છે.
મિથુન (Gemini)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સામાન્ય રીતે ઠીક-ઠાક રહેશે. કૌટુંબિક બાબતોને લઈને થોડા મતભેદ થઈ શકે છે. તમારો પાર્ટનર તમારી વાતોને ઈગ્નોર કરી શકે છે જેથી વિવાદની સ્થિતિ બને, તેથી વાતને વધુ ન બગાડવી.
કર્ક (Cancer)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ ઘણો સારો રહેશે. આજે ઘરમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. ઘરેલું કાર્યો શરૂ કરવામાં પાર્ટનરને તમારા સાથ-સહકાર અને આર્થિક મદદની જરૂરિયાત રહેશે. પાર્ટનરની મદદ કરવી સંબંધોને મજબૂત બનાવશે.
સિંહ (Leo)
આજે તમે પોતાના લવ પાર્ટનરના લાગણીશીલ રીતે વધુ નજીક આવશો. તમારા બંને વચ્ચે ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે. જૂની વાતોને લઈને તમારો પાર્ટનર આજે માફી માગી શકે છે, જૂની વાતો ભુલાવીને સમય વિતાવવો. પ્રણય સંબંધો માટે સમય સાનુકૂળ છે.
કન્યા (Virgo)
આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. તેમની નારાજગી દૂર કરવા માટે તમે તેમને ક્યાંય બહાર ફરવા લઈ જઈ શકો છો. પાર્ટનર કોઈ માંગણી કરી શકે છે જે પૂરી કરવી તમારા માટે સારું રહેશે.
તુલા (Libra)
પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ શાનદાર રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. પરિવારના સભ્યો સાથે મળીને ઘરમાં નાનો ફંક્શન કે કાર્યક્રમ કરી શકો છો. તમારી જોડીને લોકો પસંદ કરશે અને પાર્ટનર તમારી વાતોને મહત્વ આપશે.
વૃશ્ચિક (Scorpio)
આજે પોતાના પાર્ટનર સાથે સંબંધો સુંદર રહેશે. સંબંધોમાં ચાલી રહેલા જૂના મતભેદો સમાપ્ત થશે. તમારો પાર્ટનર તમારી અત્યંત નજીક રહેશે. પ્રણય સંબંધો માટે સમય અનુકૂળ છે. પાર્ટનર તમારી વાતો સાથે સંમતિ દર્શાવશે અને તમને સપોર્ટ કરશે.
ધન (Sagittarius)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ શાનદાર રહેવાનો છે. તમે બંને ક્યાંય બહાર ફરવા જઈ શકો છો. પરિવારના લોકો સાથે પણ સંબંધો સારા રહેશે. આજનો દિવસ મોજ-મસ્તીથી ભરેલો રહેશે અને તમે દિવસને ખૂબ એન્જોય કરશો.
મકર (Capricorn)
આજે તમારી મુશ્કેલીઓ કે પરેશાનીઓમાં તમારો લવ પાર્ટનર તમારી સાથે અડીખમ ઊભો રહેશે. આર્થિક દ્રષ્ટિએ પાર્ટનર તમારી મોટી મદદ કરી શકે છે. અટકેલા કાર્યોમાં તેમનો સહયોગ મળશે, જેથી પાર્ટનર પ્રત્યે તમારો વિશ્વાસ અને પ્રેમ વધશે.
કુંભ (Aquarius)
આજે તમે પોતાના લવ પાર્ટનર સાથે મળીને પોતાના નવા ઘરની શોધ કરી શકો છો. આજનો દિવસ તમારા બંને માટે ખૂબ સારો રહેશે અને વિચારો પરસ્પર મળશે. કૌટુંબિક સંબંધો સારા રહેશે અને પાર્ટનર કામમાં મદદ કરશે.
મીન (Pisces)
પોતાના લવ પાર્ટનર સાથે આજનો દિવસ વિવાદોથી ભરેલો રહી શકે છે. તમારો પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. તેમને મનાવવા માટે કોઈ મોટો ઉપહાર કે ગિફ્ટ આપવી પડી શકે છે. પોતાની ભૂલ માટે માફી માગવાથી બગડેલી વાત બની શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
