Budh Margi 2026: ગ્રહ મંડળમાં ગ્રહોનો રાજકુમાર ગણાતો બુધ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતો રહે છે.સૂર્ય અને શુક્રની આસપાસ અવિરત ફરતો બુધ ગ્રહ વક્રી, માર્ગી અને ઉદિત થતો રહે છે. એવામાં બુધની અવસ્થાની તમામ રાશિના જાતકો પર શુભાશુભ અસર થતી હોય છે.
આ મહિનાની 24 જુલાઈના રોજ રાતે 3:54 કલાકે બુધ ગ્રહ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે. મિથુન રાશિનો સ્વામી ગણાતો બુધ પોતાની રાશિમાં સીધી ચાલ ચાલશે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પોતાની જ રાશિમાં બુધની સીધી ચાલ અનેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ..
- મિથુન (Gemini Rashifal): બુધની સીધી ચાલથી આ રાશિના જાતકોની સફળતાનો ગ્રાફ સતત ઊંચો જશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ આવશે. આવકના નવા આયામ મળશે.વિદ્યાર્થીઓને સુંદર પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
- સિંહ (Leo Rashifal): હાલ બુધ ગ્રહ તમારી કુંડળીના લાભ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે જુલાઈના અંતિમ સપ્તાહમાં વક્રી થયાં બાદ વધારે પ્રભાવશાળી થતાં અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે. જાતકોને રોજગારીના પ્રયત્નોમાં સફળતા મળશે. ધંધાકીય બાબતોમાં કાર્યબોઝ ઓછો થાય.પરિવારમાં શુભ કાર્ય થશે. આ સમય દરમિયાન નવી ઓળખાણ ભવિષ્ય માટે લાભદાયક નીવડશે.
- વૃશ્વિક (Scorpio Rashifal): બુધ ગ્રહ તમારી કુંડળીના આઠમાં ભાવમાં માર્ગી થઈને મજબૂત સ્થિતિમાં આવી રહ્યો છે. જેના પરિણામે જાતકોના આર્થિક કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થઈ શકે છે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય.વિલંબમાં પડેલું કાર્ય આગળ વધશે. કરિયરમાં લાભદાયક સ્થિતિ સર્જાય.વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અનુકુળતા મળી રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
