Budh Gochar 2026: ગ્રહમંડળના 9 ગ્રહોનો રાજકુમાર ગણાતા બુધ ગ્રહે આજે 7 જુલાઈના સવારના સમયે 10:46 કલાકે ઉલટી ચાલ ચાલતા સ્વ રાશિ મિથુનમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તે આગામી 5 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે.
વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને એક તટસ્થ ગ્રહ ગણાવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે, જો બુધ ગ્રહ શુભ ગ્રહ સાથે યુતિ બનાવે તો શુભ ફળ આપે છે. આવી જ રીતે જો અશુભ ગ્રહ સાથે રહે, તો અશુભ ફળ આપે છે.
બુદ્ધિ, વાણી, વેપારનો કારક ગણાતા બુધ ગ્રહે વક્રી અવસ્થામાં કર્કમાંથી નીકળીને મિથુન રાશિમાં આજે પ્રવેશ કર્યો છે. જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. જો પૈકી 3 રાશિઓ એવી છે, જેમને આવનારા સમયમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે, તો ચાલો જાણીએ કંઈ છે આ ત્રણ રાશિ
- મેષ (Aries Rashifal): બુધનું ગોચર તમારી ધીરજની કસોટી કરી શકે છે. નાણાંકીય લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, નહીંતર પૈસા ફસાઈ જવાના યોગ બની રહ્યા છે. નોકરિયાતોએ કામકાજના સ્થળે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારે તેવી સંભાવના છે. ઉત્તેજના અને ઉશ્કેરાટથી દૂર રહેવું હિતાવહ રહેશે.
- કર્ક (Cancer Rashifal): આ રાશિના સ્વામી ચંદ્ર છે, જેનો બુધ ગ્રહ સાથે પરસ્પર શત્રુનો ભાવ મનાય છે. આથી આવનારા દિવસોમાં તમારે જીવનમાં કેટલાક નાના-મોટા પડકારોનો સામનો કરવો પડશે. આર્થિક નુકસાન વેઠવાની તૈયારી રાખજો. ક્રોધ, આવેશની ઉગ્રતા આપની સફળતા વચ્ચે આડખીલીરૂપ બની શકે છે. ઉતાવળે કોઈ પણ નિર્ણય ના લેવો.
- વૃશ્વિક (Scorpio Rashifal): બુધનું ગોચર તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં થયું છે, જેને શુભ નથી માનવામાં આવતું. બુધના ગોચરને પરિણામે તમને કરિયરને લઈને થોડી ચિંતા રહેશે. વેપાર-ધંધામાં એલર્ટ રહેજો, તમારી નાની અમથી ભૂલથી મોટી ડીલ હાથમાંથી સરકી શકે છે. ધાર્યા કરતાં વધારે ખર્ચ થવાથી બજેટ ખોરવાઈ શકે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરવી પડશે.
કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવાના ઉપાયઃ Budh Grah Upay
- બુધવારનું વ્રતઃ કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવાથી તેની અશુભ અસરોથી બચી શકાય છે. આ માટે તમારે ઓછામાં ઓછા 27 બુધવાર સુધી બુધવારના દિવસે વ્રત અર્થાત ઉપવાસ રાખવો જોઈએ. આ સાથે જ નિયમિત રીતે વિધિ-વિધાનપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
- તુલસીના ઉપાયઃ તુલસીનો છોડ વાવવો જોઈએ અને રવિવાર તેમજ અગિયારસને બાદ કરતાં દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. આ સાથે જ બુધવારના દિવસે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી પણ તમને તમારી સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.
- અન્ય ઉપાયોઃ આ ઉપરાંત બુધની સ્થિતિને મજબૂત કરવા માટે રાતે સૂવાના સમયે પથારી પાસે એક વાસણમાં પાણી ભરીને રાખો. બીજા દિવસે સવાર આ પાણીને પીપળાના ઝાડને ચડાવી દો. આ સાથે જ તમે દાન-પુણ્ય પર કરી શકો છો. તેમજ વૃક્ષારોપણ કરવાથી પણ બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.
