Bedroom Vastu Tips: સૌ કોઈની ઈચ્છા હોય છે કે, ઘરમાં સુખ-શાંતિ અને જીવનસાથી સાથે પ્રેમ જળવાઈ રહે છે. આજ કારણોસર અનેક કપલ પોતાના ઘરમાં ઉપરાંત બેડરૂમમાં પોતાની જીવનસાથી સાથેની તસવીરો લગાવતા હોય છે. આવી તસવીરો ઘરની ઉર્જા અને સબંધોમાં ઊંડાણ પણ વ્યક્ત કરે છે.
આપણામાંથી અનેક એવા લોકો હશે, જેઓ પોતાની જીવનની સૌથી સુંદર યાદગાર ક્ષણો કે લગ્નના ફોટાના ઘરની ગમે તે દીવાલ પર લટકાવી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો, વાસ્તુ શાસ્ત્રમાં આવી તસવીરોને લગાવવા માટેના નિયમોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે? જો તમને ખ્યાલ ના હોય, તો ચિંતા છોડો. આજે અમે અહીં તમારી તમામ મુંઝવણો દૂર કરવાનો પ્રયત્ન કરીશું.
કપલની તસવીર કંઈ દિશામાં લગાવવી જોઈએ?
પતિ-પત્નીની તસવીરોને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા અર્થાત નૈઋત્યના ખૂણામાં લગાવવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં તસવીર લગાવવી લગ્નજીવનમાં પણ ખુશહાલી લાવે છે અને જીવનસાથી સાથે પ્રેમ વધારે છે. આટલું જ નહીં, બન્ને વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજણ શક્તિ વધારશે. આવી કપલ તસવીર ખાસ કરીને બેડરૂમમાં બેડની પાછળની દીવાલ પર લગાવવી જોઈએ. જેથી એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધે.
પતિ-પત્નીની કેવી તસવીર પસંદ કરવી?
કેટલાક લોકો ઘરમાં એક કરતાં વધારે ફોટા લગાતા હોય છે, પરંતુ વાસ્તુમાં તેને શુભ નથી માનવામાં આવતું. જો તમે બેડરૂમમાં કપલની તસવીર લગાવી રાખી હોય, તો તેમાં બન્ને જણાના ચહેરા હસતા અને ખુશહાલ લાગવા જોઈએ. બને ત્યાં સુધી પ્રયાસ કરો કે, ફોટામાં વધારે રંગ હોય, જેનાથી નકારાત્મક અસર ઓછી થાય છે. આ સાથે જ ફોટોફ્રેમ પણ સાદી રાખો, જેથી દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે.
અહીં કપલ તસવીર ક્યારેય ના લગાવશો
બેડરૂમની સામેની દીવાલ પર ક્યારેય પતિ-પત્નીની તસવીર ના લગાવવી જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. જેનાથી દંપતી વચ્ચે માનસિક તણાવ વધે છે. આવી જ રીતે કપલ તસવીર ક્યારેય પણ રસોડા કે વૉશરૂમની દીવાલ પર પણ ના લગાવવી જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે કજિયા વધે છે.
- કપલની તસવીર ક્યારેય ઉત્તર કે પૂર્વ દિશામાં ના લગાવવી જોઈએ
- કપલ તસવીરની ફ્રેમ લાકડાની જ હોવી જોઈએ, મેટલની ફ્રેમ જીવનસાથી સાથે તકરાર વધારે છે
- કપલ તસવીરને સામે અરિસો ના હોય, તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે તસવીરનું પ્રતિબિંબ અરિસામાં દેખાય તો તેને વાસ્તુ દોષ માનવામાં આવે છે. જેનાથી પતિ-પત્ની વચ્ચે ગેરસમજ વધે છે.
