Gir Somnath News: ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અને NAAC દ્વારા A+ ગ્રેડ પ્રાપ્ત વેરાવળ સ્થિત 'શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી' (SSSU Admission 2026) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ દૂરવર્તી શિક્ષણ (Distance Education)ના માધ્યમથી ઘરે બેઠા જ વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકે તે હેતુથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
યુનિવર્સિટીમાં 7 ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપલબ્ધ
યુનિવર્સિટી દ્વારા કુલ 7 જેટલા મહત્વના ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં નીચે મુજબના વિષયોનો સમાવેશ થાય છે
- ડિપ્લોમા ઇન કર્મકાંડ
- ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર
- ડિપ્લોમા ઇન મંદિર વ્યવસ્થાપન
- ડિપ્લોમા ઇન વૈદિક ગણિત
- ડિપ્લોમા ઇન જ્યોતિષ
- ડિપ્લોમા ઇન સંસ્કૃત લેંગ્વેજ
- ડિપ્લોમા ઇન યોગ
અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વની તારીખો:
ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આગામી 5 ઓગસ્ટ સુધીમાં યુનિવર્સિટીના પોર્ટલ erp.sssu.ac.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અભ્યાસક્રમની વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ www.sssu.ac.in નો સંપર્ક કરી શકો છો. આ સિવાય ફોન નંબર 02876-244532/33 પર પૂછપરછ કરી શકાય છે.
ખાસ નોંધ: યુનિવર્સિટીની જાહેરાત મુજબ, હાલમાં સ્નાતક (Graduation) અથવા અનુસ્નાતક (Post-Graduation) કક્ષામાં નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં જોડાઈ શકે છે. આ સુવિધાને કારણે વિદ્યાર્થીઓ પોતાના મુખ્ય અભ્યાસની સાથે સંસ્કૃત અને અન્ય ભારતીય વિદ્યાઓનું જ્ઞાન પણ મેળવી શકશે.
