Aaj Nu Rashifal 21 October 2026 : વૃશ્વિકના જાતકો બિનજરૂરી ખર્ચા કરવાથી બચે, જાણો કંઈ રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે?

આજનું રાશિફળ 21 ઓક્ટોબર 2026 મુજબ, મિથુન રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવું પડશે, જ્યારે વૃશ્વિક રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ. જાણો કઈ રાશિ માટે દિવસ શુભ રહેશે અને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 21 Oct 2026 12:00 AM (IST)Updated: Wed, 21 Oct 2026 12:00 AM (IST)
aaj-nu-rashifal-21-october-2026-scorpio-should-avoid-unnecessary-expenses-check-today-lucky-zodiac-signs

Aaj Nu Rashifal 21 October 2026 | Today Rashifal in Gujarati (October 21, 2026): 21 ઓક્ટોબરના રોજ મિથુન રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવાની ખાસ જરૂર છે. આવો જોઈએ કોની વધશે મુશ્કેલી, કોના સંબંધો સુધરશે. દરેક રાશિના જાતકો માટે દિવસે કેવો રહેશે તે જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો.

મેષ (Aries)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સ્વાસ્થ્યમાં લાભ જણાશે. કાર્યક્ષેત્રમાં મોટા લાભના યોગ બનશે. જૂનું રોકાણ આજે તમને મોટો નફો આપશે. નોકરીયાત વર્ગ માટે આજે મોટી ખુશખબરી મળી શકે છે. પારિવારિક લોકો સાથે દિવસ સારો રહેશે. વેપાર-વ્યવસાય કરનારાઓ માટે આજે અત્યંત પરિશ્રમ બાદ સફળતા મળશે.

વૃષભ (Taurus)

આજે મિત્રો સાથે કોઈ લાંબી યાત્રા પર જવાની યોજના બની શકે છે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ આવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવકના નવા માર્ગ મળી રહેશે. પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બનશે. આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો અને ઘરમાં નવા મહેમાન આવી શકે છે.

મિથુન (Gemini)

આજે વિવાદોથી દૂર રહેવાની ખાસ જરૂર છે. નકામા વિવાદોમાં તમને ઉલઝાવવામાં આવી શકે છે. શત્રુ પક્ષ આજે તમારા કામને બગાડવા માટે મોટું ષડયંત્ર રચી શકે છે. કાર્યક્ષેત્રમાં મતભેદોની સ્થિતિ રહેશે. વેપારીઓ માટે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારા માટે નાણાકીય મદદ લેવી પડી શકે છે.

કર્ક (Cancer)

આજે સ્વાસ્થ્યને લઈને પરેશાની રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. આજે તમારે તમારું કામ કે કાર્યક્ષેત્ર બદલવું પડી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ રહેશે. પારિવારિક લોકો સાથે મતભેદ રહેશે. વેપારીઓ માટે દિવસ બહુ સારો નથી. નોકરીયાત લોકો માટે વિવાદોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે.

સિંહ (Leo)

આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. મનમાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં મોટા પરિવર્તન સાથે લાભના યોગ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓ માટે દિવસ સારો રહેશે. સામાજિક-રાજકીય ક્ષેત્રમાં સન્માન વધશે. આજે પોતાના માટે મોટું રોકાણ કરી શકો છો.

કન્યા (Virgo)

આજનો દિવસ તમારા માટે સુખદ સમાચારોથી ભરેલો રહેશે. પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બનશે. આજે ક્યાંયથી રોકાયેલું નાણું પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પારિવારિક લોકો સાથે સંબંધોમાં સુધારો થશે. વેપારીઓ માટે દિવસ ઘણો સારો છે અને મોટા આર્થિક લાભના યોગ બનશે.

તુલા (Libra)

આજે કાર્યક્ષેત્રમાં વિવાદની સ્થિતિ બની શકે છે. પોતાના ખાસ લોકો સાથે મતભેદ વધશે. વેપારીઓ માટે દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આજે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને મોટા કાર્યો અટકી શકે છે. યાત્રા વગેરેમાં સાવધાની રાખવી. પારિવારિક સભ્યો સાથે મતભેદની સ્થિતિ રહેશે.

વૃશ્ચિક (Scorpio)

આજે તમને કોર્ટ-કચેરી કે ન્યાયાલયના મામલામાં અસફળતા મળી શકે છે. મતભેદોથી દૂર રહેવું અને શત્રુઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ જળવાયેલો રહેશે. વેપારીઓ માટે દિવસ આર્થિક દ્રષ્ટિએ બહુ સારો નથી. નકામા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. પારિવારિક સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે.

ધન (Sagittarius)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કાર્યક્ષેત્રમાં મોટા લાભના યોગ બનશે. પારિવારિક લોકો સાથેનો જૂનો વિવાદ આજે સમાપ્ત થશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ નફાનો છે. વેપારીઓ માટે મોટા નફાના યોગ બનશે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશન કે પદોન્નતિની શક્યતા છે.

મકર (Capricorn)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમે પોતાના કાર્યક્ષેત્રમાં લાભ મેળવશો. વેપારની દ્રષ્ટિએ દિવસ ઘણો ઉત્તમ છે, મોટી કામયાબી મળશે. કોઈ નવા કામની શરૂઆત પણ આજે થઈ શકે છે. પારિવારિક લોકો સાથે સંબંધો સારા રહેશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનો યોગ બનશે.

કુંભ (Aquarius)

આજનો દિવસ તમારા માટે વિવાદોથી ભરેલો રહેશે. પારિવારિક સભ્યો સાથે સંપત્તિ વિવાદ અંગે ઝઘડો થઈ શકે છે. આજે શત્રુ પક્ષથી સાવધાન રહેવાની જરૂર છે નહિતર કોઈ મોટા ષડયંત્રમાં ફસાઈ શકો છો. વેપારીઓ માટે દિવસ સારો નથી, વેપારમાં વિવાદોની સ્થિતિ રહેશે. યાત્રા વગેરેમાં સાવધાની રાખવી.

મીન (Pisces)

આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની આપી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે. આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે દિવસ બહુ સાનુકૂળ નથી, તેથી મોટા જોખમો ન લેવા. શેર માર્કેટમાં રોકાણ સોચ-વિચારીને કરવું. પારિવારિક લોકો સાથે મતભેદ રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.