આજનું રાશિફળ (11 સપ્ટેમ્બર 2026): સિંહના જાતકોની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થશે, વાંચો તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે?

જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા દ્વારા 11 સપ્ટેમ્બર 2026 ના રોજનું દૈનિક રાશિફળ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ રાશિફળમાં દરેક રાશિના જાતકો માટે આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્ર સંબંધિત ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 12:00 AM (IST)Updated: Fri, 11 Sep 2026 12:00 AM (IST)
aaj-nu-rashifal-11-september-2026-end-of-financial-troubles-for-leo-sign

Aaj Nu Rashifal 11 September 2026 | Today Rashifal in Gujarati (September 11, 2026): 11 સપ્ટેમ્બરના રોજ કોને મળશે ભાગ્યનો સાથ, કોની વધશે મુશ્કેલી, કોના સંબંધો સુધરશે. દરેક રાશિના જાતકો માટે દિવસે કેવો રહેશે તે જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણો.

મેષ (Aries)

આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેશે અને તમે મનમાંથી તાજગી અનુભવશો. આજે તમારા મનમાં નવા વિચારો આવશે. કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવા અંગે અંગત લોકો તરફથી સલાહ મળી શકે છે, પરંતુ હાલમાં કોઈ મોટો ફેરફાર કરવાથી બચવું. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. આજે મોટું આર્થિક જોખમ લેવાનું ટાળવું.

વૃષભ (Taurus)

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. તમે તમારા કામ પ્રત્યે ઉત્સાહિત દેખાશો. કાર્યક્ષેત્રમાં આર્થિક સપોર્ટ મળવાથી પ્રગતિ જોવા મળશે. પરિવારના સભ્યો તમારા વર્તનને પસંદ કરશે. આજે તમારા વ્યવહારમાં સકારાત્મક ફેરફાર લાવીને તમે સુંદર લાભ મેળવી શકો છો.

મિથુન (Gemini)

આજે તમારે તમારી અંગત જિંદગીમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત જટિલ સમસ્યાઓ જોવા મળી શકે છે. વેપાર-વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે અને નાણાકીય સંકટ સામે આવી શકે છે. આજે કોઈના પર અંગત ટિપ્પણી કરવાથી બચવું. અંગત જીવનમાં કેટલીક વાતોને નજરઅંદાજ કરવી આજે તમારા માટે લાભદાયી રહેશે.

કર્ક (Cancer)

આજનો દિવસ સારો રહેશે. આજે તમારા કામ પ્રત્યે તમારો ઉત્સાહ અને રુચિ સારી રહેશે. કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી શકો છો. આજે કોઈ લાંબી યાત્રા પર જવાનો વિચાર બની શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદોથી દૂર રહેવું. કોઈ પોતાના પ્રિયજનથી અંતર કે દૂરી શક્ય છે.

સિંહ (Leo)

આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે. આર્થિક સંકટની સ્થિતિ આજે સમાપ્ત થશે. પરિવાર સાથે પરસ્પર તાલમેલ ઘણો સારો રહેશે. વેપાર, વ્યવસાય અને નોકરી સંબંધિત કાર્યોમાં સુંદર લાભ થશે. જીવનસાથી સાથેના મતભેદો ઉકેલાઈ જશે. પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ કરવાના યોગ બનશે.

કન્યા (Virgo)

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યો અથવા પોતાના શુભચિંતકોની સલાહ અવશ્ય લેવી. બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવવો તમારા માટે હિતાવહ રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે. તમારા પર્સનલ ડોક્યુમેન્ટ્સ અને કાગળો સાચવીને રાખવા.

તુલા (Libra)

આજે જીવનમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે. પોતાની પર્સનલ લાઈફમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઊંડો વિચાર કરી લેવો. પરિવારના લોકો તમારા પક્ષમાં જોવા મળશે. વેપાર-વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય રહેશે. નાણાકીય સમસ્યા દૂર કરવા માટે મોટી આર્થિક મદદ લેવાની જરૂર પડી શકે છે.

વૃશ્ચિક (Scorpio)

આજે તમે તમારી ઘરેલું સમસ્યાઓમાં ગૂંચવાયેલા રહેશો. પરિવારમાં ચાલી રહેલા મતભેદોના કારણે માનસિક તણાવની સ્થિતિ બની રહેશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે અને વેપાર-વ્યવસાયમાં લાભના યોગ સામાન્ય રહેશે. આજે વાહનનો ઉપયોગ અત્યંત સંભાળીને કરવો.

ધન (Sagittarius)

આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. આર્થિક દ્રષ્ટિએ મોટા ધનલાભના યોગ બની રહ્યા છે. તમે તમારા પરિચિત લોકો સાથે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તમારી ગુપ્ત કે સિક્રેટ વાતો કોઈની સાથે શેર ન કરવી. બેંક વગેરે સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી.

મકર (Capricorn)

આજનો દિવસ સારો રહેશે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને મન અશાંત રહી શકે છે. કાર્યક્ષેત્રમાં નાણાકીય જોખમ લેવાથી બચવું. આજે કોઈ પણ મોટો નિર્ણય ખૂબ વિચારીને લેવો, અન્યથા નુકસાન થવાની સંભાવના છે. વાણીનો ઉપયોગ સંભાળીને કરવો.

કુંભ (Aquarius)

આજે તમે માનસિક તણાવથી ઘેરાયેલા રહેશો. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવશે. વેપાર-વ્યવસાયમાં આર્થિક સ્થિતિ બહુ સારી રહેશે નહીં અને કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી નાણાકીય મદદ લેવી પડી શકે છે. પરિવારમાં મતભેદ વધશે. પેતૃક સંપત્તિ એટલે કે વારસાગત મિલકતને લઈને વહીવટી કે સરકારી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મીન (Pisces)

આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં નવા સહયોગીઓ મળશે અને વેપાર-વ્યવસાયમાં લાભના યોગ બનશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ વધશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. આજે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.