Viral Video: બિહારના કોસીના જળસ્તરમાં વધારો થવાને કારણે ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોસી નદીના પુલ પર નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો. નદીના પુલ પર લોકો ગભરાટના કારણે ભાગતા જોવા મળ્યા હતા.
બિહારના રાજ્યસભા સાંસદ રંજીત રંજને આ વીડિયો એક્સ પર શેર કર્યો છે. તેમણે લખ્યું, 'કોસી ડેમના જળસ્તરમાં વધારો થવાને કારણે નદીનું રૌદ્ર રુપ જોવા મળી રહ્યું છે. આ સંદર્ભે સુપૌલ, સહરસા, માધેપુરા, મધુબની, દરભંગા, ખાગરિયા, ભાગલપુર, કટિહાર અને નવાગછિયાના તમામ રહેવાસીઓને મારી નમ્ર અપીલ છે કે તેઓ ડેમથી દૂર રહે અને જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા એલર્ટનું કડકપણે પાલન કરે.
कोसी बांध का जलस्तर बढ़ने से नदी उफान पर है। इस संबंध में सुपौल, सहरसा, मधेपुरा, मधुबनी, दरभंगा, खगड़िया, भागलपुर, कटिहार और नवगछिया के सभी निवासियों से मेरी विनम्र अपील है कि बांध से दूर रहें और जिला प्रशासन द्वारा जारी हाई अलर्ट का सख्ती से अनुपालन करें। जरूरतमंदों की सहायता के… pic.twitter.com/28KJ6Ir2hv
— Ranjeet Ranjan (@Ranjeet4India) September 28, 2024
બિહારના અનેક જિલ્લાઓમાં પૂરનો ખતરો
બિહારમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના અધ્યક્ષ સર કપિલ અશોક અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી આશુતોષે દરભંગામાં ડેરો નાખ્યો છે. દરભંગાનું હવાઈ સર્વેક્ષણ કર્યા પછી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવે સીતામઢી જિલ્લાના પૂર પ્રભાવિત બેલસંડ બ્લોકનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું અને અધિકારીઓને પગલાં લેવા સૂચના આપી.
NDRF-SDRFની ટીમો તૈનાત
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર રાહુલ કુમારને સીતામઢીમાં તૈનાત કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પૂરમાં ઘેરાયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની 15-15 ટીમો તૈનાત કરવામાં આવી છે.
