Snake CPR Viral Video: વાપીમાં સ્નેક કેચરે મોતના મુખમાં ધકેલાઈ રહેલા 5 ફૂટ લાંબા સાપને મોંઢેથી CPR આપી જીવ બચાવ્યો

વાપી GIDCના ETP પ્લાન્ટ નજીક ઝેરી કેમિકલ મિશ્રિત પાણી વચ્ચે સાપ તરફડિયા મારતો-મારતો મુર્છિત થઈ ગયો હોવાની જાણ થતા સ્નેક કેચર સંજય પવાર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના જીવની પરવા કર્યાં વિના સાંપનું મોંઢુ પોતાના મોંમાં મૂકીને કુત્રિમ શ્વાસ આપતા સાપમાં જીવ આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 06:36 PM (IST)Updated: Sat, 19 Sep 2026 06:36 PM (IST)
viral-video-man-blows-air-into-5-foot-snakes-mouth-to-save-its-life


Snake CPR Viral Video: કોઈ વ્યક્તિને ઈમરજન્સી સ્થિતિમાં CPR આપીને છેલ્લી ઘડીએ તેનો જીવ બચાવવામાં આવ્યો હોવાના અનેક કિસ્સો આપણે જોઈ ચૂક્યા છે, પરંતુ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં CPR આપીને એક સાપનો જીવ બચાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હકીકતમાં વાપી GIDCમાં આવેલા ETP પ્લાન્ટ નજીક કેમિકલ મિશ્રિત પાણી વચ્ચે 5 ફૂટ લાંબો સાપ તરફડિયા મારી રહ્યો હતો.આ બાબતની જાણ થતાં સ્નેક કેચર સંજય પવાર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બિન ઝેરી ધામણ સાપ કેમિકલ મિશ્રિત પાણીની વચ્ચે પડેલો જોયો હતો. ઝેરી કેમિકલ મિશ્રિત પાણીના સંપર્કમાં આવવાના કારણે ધામણ સાપ મુર્છીત થઈ ગયો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળોઃ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિદેશમાં કરેલી અંગત ખરીદીના બિલ પાસ કરાવ્યાનો આક્ષેપ, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

આથી સ્નેક કેચરે સમયસૂચકતા વાપરીને સાપનું મોંઢું પોતાના મોમાં મૂકીને કુત્રિમ શ્વાસ આપવાનું શરૂં કર્યું હતુ. વાપી અને વલસાડ સહિતના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સ્નેક રેસ્ક્યુ કરવાનું કામ કરનારા સંજય પવારે પોતાના જીવની દરકાર રાખ્યા વિના સાપને CPR આપ્યો હતો, જેના પરિણામે સાપનો જીવ બચી ગયો હતો.

હાલ સાપને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જ્યાં સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે. કેમિકલયુક્ત પાણીમાં પડેલા સાપને CPR આપીને બચાવનાર સંજય પવારને પણ એલર્જી કે ઈન્ફેક્શનનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી તેમને પણ 24 કલાક મેડિકલ ઑબ્જર્વેશન હેટળ રહેવું પડશે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો સ્નેક કેચર સંજય પવારના કામની પ્રસંશા કરી રહ્યા છે.