VIRAL VIDEO: 'આજ કી રાત…' રાત ગીત પર બાળકના એનર્જેટિક ડાન્સ મુવ્સ, રેસ્ટોરન્ટમાં ટેબલ પર ચડીને મારેલા ઠુમકા જોઈને તમે તમન્ના ભાટીયાને ભૂલશો

એક યુઝર્સે લખ્યું કે, તમન્ના ભાટિયાને પાછળ છોડી દીધી..ભાઈ.. એક યુઝર્સે લખ્યું કે, ઈન્ટરનેટ પર આજનો સૌથી ક્યૂટ વીડિયો. અન્ય એક યુઝર્સે મજાકિયા અંદાજમાં લખ્યું કે, જો બાળક નાચશે નહીં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Jan 2025 09:27 PM (IST)Updated: Thu, 23 Jan 2025 09:27 PM (IST)
little-boy-dance-on-aaj-ki-raat-song-in-restaurant-video-goes-viral
HIGHLIGHTS
  • ડાઈનિંગ ટેબલને DJ ફ્લોરમાં ફેરવી નાંખ્યો

VIRAL VIDEO: બૉલિવૂડ ફિલ્મ 'સ્ત્રી 2'માં અભિનેત્રી તમન્ના ભાટિયા પર ફિલ્માવેલું ગીત 'આજ કી રાત મજા હુસ્ન કા આંખો સે લિજીયે' ગીત એક વખત કોઈ સાંભળે તો પછી તેની જુબાન પર ચડી રહ્યું છે. આ ફિલ્મ રિલીઝ થયાને 4 મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં આ ગીતનો ક્રેઝ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ગીતન લઈને રીલ્સ અને ડાન્સના વીડિયો દર આંતરે દિવસે સામે આવતા રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાતેક વર્ષનું બાળક રેસ્ટોરન્ટમાં ટેબલ પર ચડીને 'આજ કી રાત ગીત'માં આઈટમ ગર્લ જેવા ઠુમકા મારી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રેસ્ટોરન્ટમાં ડાઈનિંગ ટેબલ પર ચડીને એક નાનું બાળક પોતાની અદાનો જલવો વિખેરી રહ્યું છે. એવું કહેવાય છે કે, આ બાળક પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવાર ફૂડની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે જ બાળકે ડાઈન ટેબલને DJ ફ્લોરમાં ફેરવી નાંખ્યો હતો અને 'આજ કી રાત મજા..' ગીત પર ડાન્સ કરવા લાગ્યો હતો. બાળકના ઠુમકા જોઈને રેસ્ટોરન્ટમાં જમવા આવેલા અન્ય લોકોએ પણ તાળીઓ પાડીને તેમજ સિટી વગાડીને ચિયર્સ કરતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 20.1 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લાઈક મળી ચૂકી છે. તેમજ વીડિયો વાયરલ થતાં યુઝર્સ દ્વારા તરેહ-તરેહની કૉમેન્ટ કરવામાં આવી રહી છે. એક યુઝર્સે લખ્યું કે, તમન્ના ભાટિયાને પાછળ છોડી દીધી..ભાઈ.. એક યુઝર્સે લખ્યું કે, ઈન્ટરનેટ પર આજનો સૌથી ક્યૂટ વીડિયો. અન્ય એક યુઝર્સે મજાકિયા અંદાજમાં લખ્યું કે, જો બાળક નાચશે નહીં, તો ઘરવાળા ખાવાનું નહીં આપે.