VIRAL VIDEO: વૃદ્ધ દંપતીએ 'પુષ્પા 2'ના 'અંગારો' ગીત પર ડાન્સ કરી મંચ પર લગાવી આગ, યુઝર્સ બોલ્યા- 'ફાયર નહીં વાઈલ્ડ ફાયર'

વીડિયોમાં એક વૃદ્ધ મહિલાએ પારંપારિક સાડી પહેરેલી છે, જ્યારે પુરુષ ધોતી-કુર્તામાં છે. બન્નેએ પોતાના ધાંસુ પર્ફોમન્સથી સાબિત કરી દીધુ કે, ડાન્સ અને જોશ માટે ઉંમર એક માત્ર નંબર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Jan 2025 12:20 PM (IST)Updated: Wed, 15 Jan 2025 12:20 PM (IST)
elderly-couple-dance-on-pushpa-2-movie-songs-angaaron-sa
HIGHLIGHTS
  • આજના યુવાઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ

VIRAL VIDEO: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને નેશનલ ક્રશ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થયાને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ આ ફિલ્મનો જાદુ લોકોમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પુષ્પા ફિલ્મના ગીતને લઈને અનેક વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

આવો જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વયોવૃદ્ધ દંપતી 'પુષ્પા 2'ના ગીત 'અંગારો પર' શાનદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમના આ એનર્જેટિક પર્ફોમન્સને લોકો દ્વારા ખૂબ જ લાઈક મળી રહી છે. દરેક જણ વીડિયો જોઈને આ દંપતીની એનર્જી અને ડાન્સ મુવ્સની પ્રસંશા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ મહિલા અને એક પુરુષ લગ્ન સમારોહ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જેવો DJ 'પુષ્પા 2' ફિલ્મના ગીત 'અંગારો પર' પ્લે કરે છે, તે સાથે જ વૃદ્ધ દંપતી એનર્જેટિક પર્ફોમન્સ આપે છે. જેને જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ દંગ થઈ જાય છે અને ચિચિયારીઓ પાડી રહ્યા છે.

વીડિયોમાં એક વૃદ્ધ મહિલાએ પારંપારિક સાડી પહેરેલી છે, જ્યારે પુરુષ ધોતી-કુર્તામાં જોવા મળી રહ્યો છે. બન્નેએ પોતાના ધાંસુ પર્ફોમન્સથી સાબિત કરી દીધુ કે, ડાન્સ અને જોશ માટે ઉંમર એક માત્ર નંબર સિવાય બીજુ કશું જ નથી.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો વીડિયો પર તરેહ-તરેહની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે તો કૉમે્ટમાં પુષ્પા ફિલ્મનો ફેમસ ડાયલૉગ, ફાયર નહીં વાઈલ્ડ ફાયર લખ્યું છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, પુષ્પાનો અસલી જોશ તો આ બન્નેમાં જોવા મળી રહ્યો છે. અન્ય એક યુઝર્સે તેમને સલામ લખતા કહ્યું કે, આજના યુવાઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ.