Pushpa 2 Box Office Collection Day 35: અલ્લુ અર્જુનની 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે.રિલીઝને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં હજી તે બોક્સ ઓફિસના સિંહાસન પરથી ઉતરવાનું તે નામ લઈ રહી નથી. સાઉથ જ નહિ બોલિવુડની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડીને પુષ્પા 2 સહિત દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધી કેટલું કલેક્શન કર્યું…
પુષ્પા 2 ની 35 દિવસની કમાણી
પુષ્પા 2 ના 35 દિવસમાં બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા સામે આવી ગયા છે. સેકનિલ્કના પ્રારંભિક રિપોર્ટ અનુસાર ફિલ્મે 35માં દિવસે કુલ 2.25 કરોડની કમાણી કરી હતી. ભારતમાં પુષ્પા 2 ની કુલ અત્યાર સુધીની કમાણી 1213 કરોડ સુધી પહોંચી ગઈ છે. જો કે ફિલ્મની રફતારને જોતા એવું લાગી રહ્યું છે કે છઠ્ઠા વિકએન્ડનો લાભ પણ ફિલ્મને મળી શકે છે.
અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. ત્રીજા અઠવાડિયામાં 129.5 કરોડ રૂપિયા અને ચોથા સપ્તાહમાં 69.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 30માં દિવસે ફિલ્મે 3.75 કરોડ રૂપિયા, 31માં દિવસે 5.5 કરોડ રૂપિયા, 32માં દિવસે 7.2 કરોડ રૂપિયા, 33માં દિવસે 2.5 કરોડ અને 34માં દિવસે ફિલ્મનું કલેક્શન 2.15 કરોડ રૂપિયા રહ્યું હતું.
ગેમ ચેન્જર પુષ્પાને આપી શકે છે ટક્કર
પુષ્પા 2 છેલ્લા 35 દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે અને શાનદાર પરફોર્મ કરી રહી છે. જો કે આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરીએ સાઉથ સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ થઈ રહી છે. તેના એડવાન્સ બુકિંગની શરૂઆત સારી રહી છે. તે જોતા તે પુષ્પા 2 ને મોટી ટક્કર આપશે તેવું લાગી રહ્યું છે.
