લગ્ને-લગ્ને કુંવારી 'કન્યા'નો VIDEO VIRAL: 30 વર્ષની વયે 20 યુવકો સાથે પ્રભુતામાં પગલા પાડ્યા, શું લગ્નનો રેકોર્ડ બનાવી રહી છે આ દુલ્હન?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Sep 2024 03:42 PM (IST)Updated: Sun, 08 Sep 2024 03:42 PM (IST)
bihar-bride-get-married-20-times-in-30-years-video-goes-viral

VIRAL VIDEO: આપણાં ગુજરાતમાં એક કરતાં વધુ વખત લગ્ન કરનારા યુવક માટે કટાક્ષમાં 'લગ્ને-લગ્ને કુંવારા' જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એવામાં સોશિયલ મીડિયામાં એક એવી યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પોતાની 30 વર્ષની ઉંમરમાં 20 યુવકો સાથે લગ્ન કરી ચૂકી છે. જે પૈકી કેટલાક પતિ મોતને ભેટ્યા છે, તો કેટલાક પતિ છૂટાછેડા આપીને તેને તરછોડી ચૂક્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયામાં એક લગ્નના પાનેતરમાં બેઠેલી યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની હૈયા વરાળ ઠાલવી રહી છે. વીડિયોમાં યુવતી પોતાની ઉંમર માત્ર 30 વર્ષની જાણાવી રહી છે. જો કે આટલા વર્ષોમાં તે 20 લોકો સાથે લગ્ન કરી ચૂકી છે.

વધુમાં યુવતી જણાવી રહી છે કે, આટલા બધા લગ્નમાં તેના કેટલાક પતિ મોતને ભેટ્યા છે, તો કેટલાક તેને છોડીને જતા રહ્યા છે. આટલું જ નહીં, યુવતીને પોતાના કેટલા પતિ મોતને ભેટ્યા તેના વિશે ચોક્કસ આંકડો પણ યાદ નથી.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં યુઝર્સ તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ યુવતીને લગ્ન બાબતે વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી હોવાનું જણાવી રહ્યા છે. આ વીડિયો માત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જાગરણ ગ્રુપ તેની પુષ્ટિ નથી કરતું.