'હુસ્ન તેરા તૌબા-તૌબા..!' ગીત પર બાળકો સાથે માતાએ કર્યો ધમાકેદાર ડાન્સ, VIRAL VIDEO જોઈ વિકી કૌશલની કૉમેન્ટ- 'Wow! Aag Laga Di'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Jul 2024 04:22 PM (IST)Updated: Tue, 23 Jul 2024 04:22 PM (IST)
woman-dance-on-tauba-tauba-hook-step-video-goes-viral

જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ ગીત ટ્રેન્ડ કરે છે, ત્યારે લોકો તેના પર રીલ બનાવવા અને વીડિયો શૂટ કરવાનું શરૂ કરી દે છે. ત્યારે હાલમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સ્ટારર ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું ગીત 'તૌબા-તૌબા' જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. જેના પર અનેક રીલ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં આ ગીત પર રીલ બનાવતી એક મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાડી પહેરેલી એક મહિલા તેના બે બાળકો સાથે તૌબા-તૌબા ગીતના હૂક સ્ટેપ કરતી જોવા મળે છે. જ્યારે મહિલા તેના ચહેરા પર સુંદર સ્મિત સાથે ગીતના હૂક સ્ટેપની નકલ કરે છે ત્યારે આ વીડિયો વધુ સુંદર લાગે છે.

ઘણા કલાકારોએ વખાણ કર્યા
વાયરલ થઈ રહેલો એક મહિલાનો આ વીડિયો ચોક્કસપણે તમારું દિલ જીતી લેશે, જેમાં મહિલાની સુંદર સ્માઈલ અને અદ્ભુત ડાન્સ સ્ટેપ્સ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. મહિલાએ તૌબા-તૌબા ગીતના હૂક સ્ટેપને એટલું ફોલો કર્યું કે વિકી કૌશલ સહિત ઘણા કલાકારો તેના વખાણ કરતા રોકી શક્યા નહીં.

'તૌબા તૌબા' પર માતાએ બાળકો સાથે કર્યો ડાન્સ
વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા તેના બે બાળકો સાથે તેના ઘરના આંગણામાં ગીતના હૂક સ્ટેપ્સ કરતી જોવા મળે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 46.75 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે યુઝર્સે 27 લાખથી વધુ વખત વીડિયો પર દિલથી પ્રતિક્રિયા આપીને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. વિકી કૌશલે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું, 'વાહ!!' આ પછી તેણે ત્રણ ફાયર ઇમોજી પણ બનાવી છે. આ ગીતના કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસે પણ ડાન્સિંગ, રેડ-હાર્ટ, સ્માઈલ, રેડ-રોઝ અને મેડલ ઈમોજીસ બનાવીને મહિલાની પ્રશંસા કરી છે. આ સિવાય અભિનેત્રી તારા શર્મા અને અભિનેતા અમોલ કાંબલેએ પણ વીડિયો પર કમેન્ટ કરીને મહિલાને પ્રોત્સાહિત કર્યા છે.