BRICS Summit 2026:બ્રિક્સ સમિટમાં મોદી-પુતિન-જિનપિંગ સાથે આ કઈ વ્યક્તિ જોવા મળતી હતી? આ અધિકારી વિશે જાણો

BRICS Summit 2026:Brics સમિટ 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ખુશ જોવા મળતી અન્ય એક વ્યક્તિ અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 13 Sep 2026 10:45 PM (IST)Updated: Sun, 13 Sep 2026 10:45 PM (IST)
who-is-this-man-smiling-alongside-modi-putin-and-jinping-siddharth-babu-has-really-made-a-splash

BRICS Summit 2026:Brics સમિટ 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ખુશ જોવા મળતી અન્ય એક વ્યક્તિ અંગે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તસવીરમાં મોદી, પુતિન અને જિનપિંગ એકબીજાના હાથ પકડી નજર આવે છે.

જ્યારે નજીક ઉભેરી વ્યક્તિ આ ત્રણેય નેતાઓને જોઈ ખુશ જોઈ શકાય છે. ઈન્ટરનેટ પર લોકો તેની ઓળખ કરવા વિવિધ રીતે ચર્ચા કરી રહ્યા છે. જોકે આ વ્યક્તિની ઓળખ સામે આવી છે. તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ ભારતીય વિદેશ સેવા સાથે સંકળાયેલ સિદ્ધાર્થ બાબુ છે. તેઓ વડાપ્રધાન સાથે વિદેશી બેઠકોમાં દુભાષિયા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

સિદ્ધાર્થ બાબુ કેરળના કોચીના વતની છે અને 2017 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. તેઓ વિદેશ મંત્રાલયમાં યુરોપ અને યુરેશિયા માટે ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપે છે. તેઓ વડા પ્રધાનની ઘણી મુખ્ય રાજદ્વારી બેઠકો માટે ભાષા સંબંધિત જવાબદારીઓ સંભાળે છે. વિદેશી નેતાઓ સાથેની વાતચીતમાં શબ્દોનો સાચો અર્થ અને સ્વર મહત્વપૂર્ણ હોય છે. આ સ્થિતિમાં દુભાષિયાની ભૂમિકા નિર્ણાયક બની જાય છે.સિદ્ધાર્થ બાબુનું કામ ફક્ત એક ભાષાને બીજી ભાષામાં અનુવાદિત કરવાથી આગળ વધે છે; તેમણે વાતચીતનો સાચો અર્થ અને ભાવના પણ સમજવી અને પહોંચાડવી પડે છે. આ કારણોસર તેઓ ઘણીવાર ઘણી મહત્વપૂર્ણ બેઠકોમાં વડા પ્રધાન સાથે જોવા મળે છે.

સિદ્ધાર્થ બાબુની અત્યાર સુધીની સફર

સિદ્ધાર્થ બાબુએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ પછી, તેમણે ખાનગી ક્ષેત્રમાં પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે 2016 માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસ પરીક્ષા આપી, જેમાં દેશમાં 15મો ક્રમ મેળવ્યો. આ ક્રમના આધારે, તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાઈ શક્યા હોત પરંતુ તેમણે વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં તેમની રુચિને કારણે ભારતીય વિદેશ સેવા પસંદ કરી. ડિસેમ્બર 2017માં તેઓ વિદેશ મંત્રાલયમાં અધિકારી તાલીમાર્થી તરીકે જોડાયા. વર્ષ 2018 થી 2022 સુધી તેમણે ચીનના બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા અને બીજા સચિવ તરીકે સેવા આપી.