Rahul Gandhi ના 'વોટ ચોરી' વાળા આરોપો પર શશિ થરૂરે આપ્યું વિસ્ફોટક નિવેદન, જાણો ચૂંટણી પંચને શું કહ્યું?

રાહુલ ગાંધીએ પીસીને સંબોધન કરતા કહ્યુ કે, 2024 ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના એક વિધાનસભા મત વિસ્તારમાં નકલી મતદાનનો આરોપ લગાવ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 08 Aug 2025 12:07 PM (IST)Updated: Fri, 08 Aug 2025 12:07 PM (IST)
what-did-shashi-tharoor-say-on-rahul-gandhi-allegations-of-vote-theft-he-said-this-big-thing-to-election-commission

Shashi Tharoor Statement: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2024 ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના એક વિધાનસભા મત વિસ્તારમાં નકલી મતદાનનો આરોપ લગાવ્યો હતો. તેમણે મતદાર યાદીમાં ગેરરીતિના પુરાવા બતાવવાનો દાવો કર્યો હતો, જેના પર ચૂંટણી પંચે તેમની પાસે સોગંદનામા સાથે પુરાવા માગ્યા છે. આ મુદ્દે શશિ થરૂરે રાહુલ ગાંધીને ટેકો આપ્યો છે અને ચૂંટણી પંચને તાત્કાલિક કાર્યવાહી કરવા અને દેશને માહિતગાર રાખવા વિનંતી કરી છે.

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, મતદાર યાદીમાં ક્યાંક ઘર નંબર 0 નોંધાયેલ છે અને ક્યાંક પિતાનું નામ નકલી છે. રાહુલ ગાંધીના આ દાવાઓ પર, ચૂંટણી પંચે એક પત્ર લખીને સોગંદનામા પર સહી સાથે આ પુરાવા માંગ્યા હતા. હવે રાહુલ ગાંધીને આ મામલે શશિ થરૂરનો ટેકો મળ્યો છે.

રાહુલ ગાંધીને શશિ થરૂરનો ટેકો મળ્યો

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ચૂંટણીમાં મતદાનમાં ગેરરીતિના રાહુલ ગાંધીના આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે કહ્યું કે, આ ગંભીર પ્રશ્નો છે જેનો ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ, જેના પર તમામ પક્ષો અને તમામ મતદારોના હિતમાં ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણું લોકશાહી એટલું મૂલ્યવાન છે કે તેની વિશ્વસનીયતાને અક્ષમતા, બેદરકારી અથવા તેનાથી પણ ખરાબ, ઇરાદાપૂર્વકની છેડછાડ દ્વારા નષ્ટ થવા દેવી જોઈએ નહીં. ચૂંટણી પંચે આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે, દેશને હંમેશા આ વિશે જાણ કરવી જોઈએ.

મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું?

આ દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીના મતદાનમાં છેતરપિંડીના આરોપોને સમર્થન આપ્યું હતું. કહ્યું કે, લોકશાહી અને બંધારણની સાથે દેશને બચાવવાનો સમય આવી ગયો છે. એટલું જ નહીં, ખડગેએ દાવો કર્યો હતો કે પહેલા ચૂંટણી પંચની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થતી હતી. વિવિધ દેશો નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા માટે ચૂંટણી પંચ પાસેથી તાલીમ લેતા હતા. પરંતુ, હવે તે શાસક પક્ષના પ્રતિનિધિની જેમ વર્તે છે.