16 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજાની ચેતવણી! હિન્દુઓની હત્યા પર ભડક્યા પશ્ચિમ બંગાળના મંત્રી

પશ્ચિમ બંગાળના મંત્રી અર્જુન સિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે 16 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરવાની અને હિન્દુઓની હત્યાનો બદલો લેવાની ચેતવણી આપી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Wed, 25 Nov 2026 01:06 PM (IST)Updated: Wed, 25 Nov 2026 01:06 PM (IST)
west-bengal-minister-arjun-singh-reacts-to-the-atrocities-against-hindus-in-bangladesh
મંત્રી અર્જુન સિંહ

Arjun Singh Statement: બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર હુમલાને લઈને પશ્ચિમ બંગાળના મંત્રીએ તિખી પ્રતિક્રિયા આપી છે. રાજ્યમંત્રી અર્જુન સિંહે આપેલું નિવેદન હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે બાંગ્લેદેશ અંગે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 16 ડિસેમ્બર સુધીમાં અમે બાંગ્લાદેશ પર કબજો કરી લેશું. સાથે તેમણે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની હત્યાનો બદલો લેવાની પણ વાત કરી છે.

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં પરત ફરવાની જાહેરાત કરી છે

તમને જણાવી દઈએ કે, જ્યારથી શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરવાની વાત કરી છે ત્યારથી પાડોશી દેશમાં હિંસા અને અરાજકતા ફેલાઈ છે. શેખ હસીનાએ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં પરત ફરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમની પાર્ટીએ બાંગ્લાદેશ સરકાર પાસે માગ કરી છે કે પૂર્વ પ્રધાનમંત્રીએ પરત લાવવા માટે સરકારી વિમાન મોકલવામાં આવે, જોકે સરકારે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, શેખ હસીના એક અપરાધી છે અને તેને હાથ કડી પહેરાવવામાં આવશે.

16 ડિસેમ્બરનો દિવસ કેમ છે ખાસ?

16 ડિસેમ્બરનો દિવસ પસંદ કરવા અંગે તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ માટે આ દિવસ ખાસ છે. કારણ કે આ જ દિવસે બાંગ્લાદેશ પાકિસ્તાનથી છુટુ પડ્યું હતું. હવે બાંગ્લાદશના આઝાદી દિવસ નિમિતે જ શેખ હસીનાએ પરત ફરવાની વાત કરતા રાજકારણ ગરમાયું છે.તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મંત્રી અર્જુન સિંહ પણ 16 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરી લેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, બસ હવે બહુ થઈ ગયું. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની હત્યા થઈ રહી છે, અમે તેનો બદલો જરુર લેશું, આમા કોઈ શંકા કરવા જેવું નથી. નોંધનિય છેકે, જ્યારથી શેખ હસીના ભારત આવ્યા છે ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો વણસેલા છે. હવે પશ્ચિમ બંગાળના મત્રી દ્વારા આપવામાં આવેલું આ ઉશ્કેરણી જનક નિવેદન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

બાંગ્લાદેશના મંત્રી હુમાયુ કબીર શું બોલ્યા?

શેખ હસીનાના વતન વાપસી અંગે બાંગ્લાદેશના મંત્રી હુમાયુ કબીરે કહ્યું કે, શેખ હસીનાને માત્ર એક કેદી તરીકે, હાથમાં હાથકડી પહેરાવીને અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પરત આવવા દેવામાં આવશે. મંત્રીએ આ વાત નકારી કાઢી છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે શેખ હસીના વિજય દિવસ પર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઈચ્છા અને વાસ્તવિકતા અલગ અલગ હોય છે. કારણ કે કોઈ પણ આતંકવાદીને પ્રત્યાર્પણ સિવાય અન્ય કોઈપણ રીતે પરત આવવાની પરવાનગી ન આપી શકાય.