'ગુજરાત મોડેલમાંથી શીખવાની જરૂર' બંગાળના BJP અધ્યક્ષે શા માટે કર્યા ગુજરાતના વખાણ?

શમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, ગુજરાત મોડેલની નકલ કરવાને બદલે તેમાંથી શીખવું જોઈએ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 20 Sep 2026 03:43 PM (IST)Updated: Sun, 20 Sep 2026 03:43 PM (IST)
west-bengal-bjp-president-samik-bhattacharya-on-gujarat-development-model
સાંસદ શમિક ભટ્ટાચાર્ય

Samik Bhattacharya on Gujarat Model: ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શમિક ભટ્ટાચાર્યએ રાજ્યની પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળે ગુજરાત મોડેલનું અંધાનુકરણ કરવાને બદલે તેના પરથી જરૂરી બોધપાઠ લઈને પોતાનો સ્વતંત્ર વિકાસ માર્ગ શોધવાની જરૂર છે.

બંગાળની પરિસ્થિતિઓ અને ગુજરાત મોડેલ

શમિક ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળની સ્થિતિ વિશે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યે ગુજરાત મોડેલની સીધી નકલ કરવાની કોશિશ ન કરવી જોઈએ. તેના બદલે, પશ્ચિમ બંગાળની પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિકાસ મોડેલમાંથી જરૂરી શીખ લેવી જોઈએ અને પ્રગતિનો પોતાનો રસ્તો તૈયાર કરવો જોઈએ.

PM મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતનો કાયાકલ્પ

પોતાના વક્તવ્ય દરમિયાન, શમિક ભટ્ટાચાર્યએ વર્ષ 2001 થી 2015 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળની ભારે સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન ગુજરાતનો જે અભૂતપૂર્વ આર્થિક કાયાકલ્પ થયો હતો.

વધુમાં શમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, વડાપ્રધાન તરીકે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આર્થિક પ્રયાસો અત્યંત પ્રશંસનીય છે. ગત શનિવારના રોજ કોલકાતાના ન્યૂ ટાઉનમાં IIT ખડગપુર રિસર્ચ પાર્ક ખાતે 'સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ ફોર ઈસ્ટ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંગાળના ભાજપ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ પત્રકારો સાથે વાત કરતા આ મોટું નિવેદન આપ્યું હતું.