Weather Update News: યુપી, ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે પવન

દિલ્હી સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 08:37 AM (IST)Updated: Sat, 26 Sep 2026 08:37 AM (IST)
weather-update-heavy-rain-alert-up-uttarakhand-delhi-imd-forecast
આજનું હવામાન

Weather News: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશા પર સર્જાયેલા ડિપ્રેશનના પ્રભાવને કારણે દેશના ઘણા રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હરિયાણા અને દિલ્હી સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે.

દિલ્હી-એનસીઆરનું હવામાન

રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે 30 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશનું હવામાન

લખનૌ, કાનપુર, ઉન્નાવ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાંદા, પ્રયાગરાજ, અયોધ્યા, ગોંડા અને મુરાદાબાદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને અચાનક પૂરની શક્યતાને પગલે રાહત એજન્સીઓને તૈયાર રહેવા સૂચના અપાઈ છે. યુપીમાં વરસાદનો આ દોર 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે.

બિહાર અને ઉત્તરાખંડનું હવામાન

બિહારમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તરાખંડના દેહરાદૂન, પિથોરાગઢ અને નૈનીતાલ જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ભીતિ સેવાઈ રહી છે.

ઝારખંડ અને મધ્ય પ્રદેશનું હવામાન

ઝારખંડના લોહરદગા, લાતેહાર અને ગુમલામાં ભારે વરસાદનું નારંગી એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ મુશળધાર વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂરની શક્યતા વ્યક્ત કરીને લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે.