Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ચક્રવાત અકવાનનો ખતરો વધ્યો

Today Weather: એક તરફ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત અકવાનને કારણે દક્ષિણના કેટલાક રાજ્યોમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 19 Nov 2026 09:00 AM (IST)Updated: Thu, 19 Nov 2026 09:00 AM (IST)
weather-department-forecasts-heavy-rain-in-14-states-today

Today Weather: એક તરફ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાત અકવાનને કારણે દક્ષિણના કેટલાક રાજ્યોમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો બીજી તરફ આજે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

દિલ્હી અને એનસીએરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગરમ કપડા પહેર્યા વિના સવારે કામ પર નિકળવું મુશ્કેલ બની રહ્યું છે. આ દેશના અન્ય રાજ્યો જેવા યુપી અને બિહારમાં પણ ઠંડી વધવા લાગી છે.

14 રાજ્યોમાં વરસાદની આગાહી

આ બધાની વચ્ચે બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાત અકવાનો લોકોની મુશ્કેલી વધારી દીધી છે. આ ચક્રવાત 20 તારીખે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 14 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

જમ્મુ કાશ્મીરમાં ઠંડીમાં તિવ્ર વધારો જોવા મળી શકે છે

હાલમાં ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી છે અને ધુમ્મસ પણ જોવા મળી રહ્યુ છે. આજે દેશમાં વિવિધ રાજ્યોમાં વાતાવરણ ભારે અસમાનતા જોવા મળી શકે છે. એક તરફ પહાડી વિસ્તારોમાં તાપમાનનો પારો શુન્ય પર પહોંચી શકે છે તો બીજી તરફ દરિયાના કિનારાના રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ઠંડીમાં તિવ્ર વધારો જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ

  • અંદમાન અને નિકોબાર,
  • આસામ,
  • મેઘાલય,
  • નાગાલેન્ડ,
  • મણિપુર,
  • મિઝોરમ,
  • ત્રિપુરા,
  • આંધ્રપ્રદેશ,
  • ઓડિશા,
  • તમિલનાડુ,
  • પુડુચેરી,
  • કેરળ,
  • તેલંગણા,
  • પશ્ચિમ બંગાળ,
  • ઝારખંડ.

દિલ્હીનું તાપમાન ઘટશે

બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે કોટ વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો બીજી તરફ બીકાનેર અને શેખાવટી એરિયામાં પણ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો આજે દિલ્હીનું તાપમાન 26 ડિગ્રીથી લઈને 12 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.

90 થી લઈને 110 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 20 નવેમ્બરના રોજ ચક્રવાત અકવાન ઉત્તરી આંધ્ર પ્રદેશ અને દક્ષિણઓડિશાની વચ્ચેથી પસાર થઈ શકે છે. આ દરમિયાન 90 થી લઈને 110 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ચક્રવાત અકવાનની અસર બિહારમાં ઓછી થશે પરંતુ 21 નવેમ્બર ચક્રવાતના કારણે 13 જિલ્લા હળવો વરસાદ પડી શકે છે. આ સાથે ધુમ્મસ પણ કેટલાક જિલ્લામાં જોવા મળી શકે છે.