CP Radhakrishnan Net Worth 2025: મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ અને ભાજપના પીઢ નેતા સીપી રાધાકૃષ્ણન પોતાની કરોડોની સંપત્તિ છતાં કાર ન હોવાના કારણે ચર્ચામાં છે. વ્યવસાયે બિઝનેસમેન રાધાકૃષ્ણનનું રાજકીય જીવન પણ લાંબુ અને પ્રભાવશાળી રહ્યું છે. તેઓ શરૂઆતથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે.
સીપી રાધાકૃષ્ણન પાસે કેટલી સંપત્તિ છે
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલા સોગંદનામા મુજબ સીપી રાધાકૃષ્ણનની કુલ સંપત્તિ આશરે 67,11,40,166 હતી. આ સંપત્તિમાં 7,31,07,436ની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે, જેમાં રોકડ, બેંક ડિપોઝિટ, વીમા પૉલિસી, બોન્ડ, શેર અને આભૂષણોનો સમાવેશ થાય છે.
તેમની સ્થાવર સંપત્તિમાં 44,43,25,040 ની ખેતી જમીન અને 7,23,73,690ની બિન-કૃષિ જમીન છે, જ્યારે 6,63,34,000 ની વ્યાપારી ઇમારતો છે. આ ઉપરાંત તેમની પાસે 1 કરોડ 50 લાખનું રહેણાંક મકાન પણ છે. જોકે રાધાકૃષ્ણન પર કુલ 2,36,86,000 નું દેવું પણ છે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે આટલી મોટી સંપત્તિ હોવા છતાં, સી.પી. રાધાકૃષ્ણન પાસે પોતાની કોઈ કાર નથી. એ નોંધવું જરૂરી છે કે આ આંકડા 2019ના ચૂંટણી સોગંદનામા મુજબના છે અને તેમની વર્તમાન સંપત્તિ અંગેની માહિતી હાલ ઉપલબ્ધ નથી.
સીપી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી
સીપી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેમણે આરએસએસના સ્વયંસેવક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પાછળથી ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા. તેઓ કોયમ્બતુરથી બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.