યુપીનો યુવક અભ્યાસ માટે રશિયા ગયો, રશિયન છોકરીના ચક્કરમાં સેનામાં ભરતી થયો; યુદ્ધમાં ગયો અને થયો લાપતા

અમરોહાના વછરાયું ગામનો અક્ષય કુમાર નામનો યુવક અભ્યાસ માટે રશિયા ગયો હતો, જે ત્યાં સેનામાં ભરતી થયા બાદ રશિયા- યુક્રેન યુદ્ધમાં ઘાયલ થયો અને ત્યાર બાદથી છેલ્લા દોઢ મહિનાથી લાપતા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 05 Oct 2026 03:10 PM (IST)Updated: Mon, 05 Oct 2026 03:10 PM (IST)
up-youth-joined-russian-army-went-missing-in-russia-ukraine-war
રશિયા યુક્રેન યુદ્ધ યુવક લાપતા

Russia Ukraine War Indian Missing: ઉત્તર પ્રદેશના અમરોહાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોહાના વછરાયું ગામનો અક્ષય કુમાર નામનો યુવક અભ્યાસ માટે રશિયા ગયો હતો, જે ત્યાં સેનામાં ભરતી થયા બાદ રશિયા- યુક્રેન યુદ્ધમાં ઘાયલ થયો અને ત્યાર બાદથી છેલ્લા દોઢ મહિનાથી લાપતા છે. પરિવારે ભારત સરકાર પાસે આ મામલે હસ્તક્ષેપ કરી અક્ષયનો પત્તો લગાવવા માટે મદદ માંગી છે.

છોકરીના ચક્કરમાં સેનામાં ભરતી થયો

અમરોહાના વછરાયું ગામનો અક્ષય કુમાર 18 ડિસેમ્બર 2024માં અભ્યાસ માટે રશિયાના મોસ્કો ગયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે ત્યાં કેફે ઓપરેશનનો કોર્સ શરૂ કર્યો અને એક રેસ્ટોરન્ટમાં નોકરી કરવા લાગ્યો. પરિવારના જણાવ્યા અનુસાર જૂન 2026માં તેની મુલાકાત અલીશા નામની એક રશિયન મહિલા સાથે થઈ. તેની મદદથી જ તે રશિયાની સેનામાં ભરતી થયો અને એ જ મહિનામાં તેને રશિયાની નાગરિક્તા પણ મળી ગઈ હતી.

યુક્રેન સરહદ પર ગયો અને ઘાયલ થયો

સેનામાં ભરતી થયા બાદ અક્ષયને ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો. ટ્રેનિંગના લગભગ 15 દિવસ બાદ તેને યુક્રેનની સરહદ પર મોકલી દેવામાં આવ્યો. 15 જુલાઈના રોજ યુદ્ધ દરમિયાન તે ઘાયલ થયો હતો. રશિયન સેનાના એક યુનિટમાં તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો.

અચાનક પરિવાર સાથે વાતચીત બંધ થઈ

ઇલાજ દરમિયાન અક્ષયની વાતચીત પરિજનો સાથે થતી રહી, પણ 24 ઓગસ્ટ બાદ તેનો સંપર્ક તૂટી ગયો. જે બાદ પરિવાર ખૂબ ચિંતામાં છે. પરિજનો દ્વારા રશિયન ઉચ્ચાયુક્તના માધ્યમથી આ બાબતની જાણકારી પણ માંગવામાં આવી છે. પણ હજુ સુધી અક્ષયની કોઈ જ જાણકારી મળી શકી નથી. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ દાનવીર સિંહ સાથે પરિજનોએ એસપી કચેરીએ આવેદનપત્ર આપી આ બાબતે કાર્યવાહીની માંગ પણ કરી છે.