UP Election 2027: ચંદ્રશેખર આઝાદ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હશે, ગઠબંધન બાદ અસદુદ્દીન ઓવૈસીનું મોટું એલાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદના ગઠબંધને ચંદ્રશેખર આઝાદને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ગઠબંધન યુપીની 20 કરોડ જનતાની લડાઈ ગણાવી રહ્યું છે અને એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ થઈ રહ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 09:30 PM (IST)Updated: Sat, 21 Nov 2026 09:30 PM (IST)
up-election-2027-asaduddin-owaisi-declares-chandrashekhar-azad-as-cm-candidate-following-alliance

UP Election 2027: દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. એકતરફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે મથી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઔવેસી અને ચંદ્રશેખર આઝાદની પાર્ટીએ ગઠબંધ કરી લેતા નવું રાજકીય સમીકરણ રચાઈ ગયું છે. એવામાં ઔવૈસીએ પોતાના ગઠબંધનના મુખ્યમંત્રીનું નામ જાહેર કરી દીધુ છે.

હકીકતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લમિન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન બાદ આજે પ્રથમવાર સરહાનપુર સ્થિત તેમના આવાસ પર મળ્યા હતા. જ્યાં બપોરના બાદ ઓવૈસીએ પોતાના ગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા તરીકે ચંદ્રશેખર આઝાદના નામનું એલાન કર્યું છે. 


આ માત્ર અમારી નહીં, યુપીની 20 કરોડ જનતાની લડાઈ

ચંદ્રશેખર આઝાદના ઘરે લંચ બાદ ઓવૈસીએ જણાવ્યું કે, આ મારી લડાઈ નથી, પરંતુ ઉત્તર પ્રદેશની 20 કરોડ જનતાની લડાઈ છે. આજમ ખાનને જામીન મળ્યા, તે સારી વાત છે. હવે તેઓ 80 વર્ષના થઈ ચૂક્યા છે અને અલ્લાહ તેમને સારું સ્વાસ્થ્ય આપે. જે લોકો સાથે અન્યાય થયો છે, તે તમામની સાથે ન્યાય થવો જ જોઈએ.

અમારું સામાજિક પરિવર્તન મોરચો મજબૂત છે. અત્યાર સુધી તમે તમામને અજમાવીને જોઈ ચૂક્યા છો, હવે તેની જરૂર નથી, કારણ કે તમારી સમક્ષ એક મજબૂત વિકલ્પ છે. મુખ્યમંત્રીનો ચહેરો ચંદ્રશેખર આઝાદ છે. માત્ર મુસ્લિમ મતદાતાઓને સવાલ નથી, પરંતુ અમારે તમામ સમાજના મત જોઈએ છે.