Uddhav Thackeray Claim: મુંબઈ રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત અંગે કર્યો દાવો, PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર કર્યાં આકરા પ્રહારો

તેમણે વર્લી ડોમમાં સંયુક્ત રેલીને સંબોધિત કરતાં ઉદ્ધવે કહ્યું કે કેટલાક લોકોએ અમારી વચ્ચેનું અંતર ઓછું કર્યું છે અને અમે સાથે રહેવા માટે સાથે છીએ. અમારી શક્તિ અમારી એકતા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 05 Jul 2025 07:12 PM (IST)Updated: Sat, 05 Jul 2025 07:34 PM (IST)
uddhav-thackeray-made-a-big-claim-about-gujarat-in-mumbai-rally-attacked-pm-modi-and-home-minister-amit-shah
HIGHLIGHTS
  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે છે તમારા 11 વર્ષના શાસનમાં તમે શું કર્યું?
  • ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના કરોડરજ્જાને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે

Uddhav Thackeray Claim: શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને મહારાષ્ટ્રની નવનિર્માણ સેના (મનસે) વડા રાજ ઠાકરે 20 વર્ષ બાદ એક મંચ સાથે જોવા મળ્યા હતા.

ઠાકરે બંધુઓએ ફરી એક વખત હાથ મિલાવ્યા છે. તેમણે વર્લી ડોમમાં સંયુક્ત રેલીને સંબોધિત કરતાં ઉદ્ધવે કહ્યું કે કેટલાક લોકોએ અમારી વચ્ચેનું અંતર ઓછું કર્યું છે અને અમે સાથે રહેવા માટે સાથે છીએ. અમારી શક્તિ અમારી એકતા છે. દરમિયાન તેમણે ગુજરાતને લઈ કેટલાક દાવા કર્યાં હતા.

શિવ સેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે છે તમારા 11 વર્ષના શાસનમાં તમે શું કર્યું? તમે મુંબઈના મહત્વને ઓછું કરી ગુજરાતમાં બિઝનેસને ટ્રાન્સફર કરી રહ્યા છે. મોટી મોટી ઓફિસો ગુજરાતમાં જઈ રહી છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં શિફ્ટ થયો છે. ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના કરોડરજ્જાને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

PM મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિશે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરે દાવો કરતાં કહ્યુ કે તેમણે પટેલોને વિભાજીત કર્યાં છે અને મહારાષ્ટ્રમાં લોકોને વિભાજીત કરવાની રાજનીતિ કરી રહ્યા છે. આ અંગે ગુજરાત ભાજપે જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં પટેલ સમાજને લઈ આ પ્રકારના આરોપો ખોટા છે.