Kunal Kamra News: કુણાલ કામરાની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે વધુ 3 FIR નોંધી, 31 માર્ચ સુધીમાં હાજર રહેવા સમન્સ

કોમેડિયન કુણાલ કામરા સામે મુંબઈ પોલીસે વધુ 3 નવી FIR નોંધી છે. પોલીસે તેમને ત્રીજા સમન્સ પણ જારી કરીને 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 29 Mar 2025 02:47 PM (IST)Updated: Sat, 29 Mar 2025 02:47 PM (IST)
three-cases-filed-against-comedian-kunal-kamra-in-mumbai

Kunal Kamra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડી કરનાર કુણાલ કામરાની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. કોમેડિયન કુણાલ કામરા સામે મુંબઈ પોલીસે વધુ 3 નવી FIR નોંધી છે. પોલીસે તેમને ત્રીજા સમન્સ પણ જારી કરીને 31 માર્ચે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

કુણાલ કામરા સામે વધુ 3 FIR

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર જલગાંવના મેયરે એક કેસ દાખલ કર્યો છે. જ્યારે બે અન્ય ફરિયાદો નાસિકના બે ઉદ્યોગપતિઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. ખાર પોલીસે કુણાલ કામરાને બે વાર પૂછપરછ માટે બોલાવ્યા હતા, પણ હજુ સુધી હાજર રહ્યા નથી. કુણાલ કામરા હાલમાં મુંબઈની બહાર છે. તેમને મદ્રાસ હાઈકોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન પણ મળ્યા છે.

મદ્રાસ હાઈકોર્ટે વચગાળાના આગોતરા જામીન આપ્યા

કોમેડિયન કુણાલ કામરાએ વચગાળાના આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પોતાની અરજીમાં તેમણે કહ્યું હતું કે તેમને વિવિધ ધમકીઓ મળી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે કામરા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં 7 એપ્રિલ સુધીના વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે.

શું હતો મામલો

કુણાલ કામરાએ એક શોમાં એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમને 'દેશદ્રોહી' કહ્યા. આ વીડિયો તેમણે એક્સ એકાઉન્ટ પર શેર કર્યો. આ વીડિયો પરથી આખો વિવાદ શરૂ થયો. મહારાષ્ટ્ર સરકારે કામરાને માફી માંગવા કહ્યું. પણ તેણે ના પાડી. બાદમાં શિવસેનાના કાર્યકરોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી જ્યાં શોનું શૂટિંગ થયું હતું. કુણાલ કામરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે હેબિટેટ મારી કોમેડી માટે જવાબદાર નથી. હું શું કહું છું કે કરું છું તેના પર તેનો કોઈ અધિકાર કે નિયંત્રણ નથી. કોઈ રાજકીય પક્ષનો પણ નથી.