Kunal Kamra News: બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા કોમેડિયન કુણાલ કામરા, ફરિયાદ રદ્દ કરવાની માંગ

કુણાલ કામરાને અત્યાર સુધી 3 વાર સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પોલીસ સામે રજૂ થયા નથી. હવે તેઓ આ મામલે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 07 Apr 2025 11:29 AM (IST)Updated: Mon, 07 Apr 2025 11:29 AM (IST)
stand-up-comedian-kunal-kamra-moves-bombay-hc-against-fir

Kunal Kamra Row: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદેને લઈને કમેન્ટ કરી હતી. જેને લઈને મોટો વિવાદ થયો છે. મુંબઈમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે કુણાલ કામરાએ ફરિયાદને કેન્સલ કરવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે.

કુણાલ કામરાની બોમ્બે હાઈકોર્ટમાં અરજી

કુણાલ કામરાએ તેમની અરજીમાં જણાવ્યું છે કે તેમની સામે દર્ઝ થયેલી ફરિયાદો તેમની અભિવ્યક્તિની આઝાદી, કોઈ પણ વ્યવસાય અને તેનો અભ્યાસ કરવામાં અધિકાર અને ભારતના બંધારણ હેઠળ તેમના સ્વતંત્રતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ મામલે 21 એપ્રિલે સુનાવણી થવાની સંભાવના છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ગયા મહિને તેમને વચગાળાના આગોતરા જામીન મળ્યા હતા.

કુણાલ કામરાને 3 વાર સમન્સ

ઉલ્લેખનીય છે કે કુણાલ કામરાને અત્યાર સુધી 3 વાર સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પોલીસ સામે રજૂ થયા નથી. કુણાલ કામરાએ એક શોમાં એકનાશ શિંદેનું નામ લીધા વિના કમેન્ટ કરી હતી. આ વીડિયો પરથી આખો વિવાદ શરૂ થયો. મહારાષ્ટ્ર સરકારે કામરાને માફી માંગવા કહ્યું. પણ તેણે ના પાડી. શિવસેનાના કાર્યકરોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી જ્યાં શોનું શૂટિંગ થયું હતું. કુણાલ કામરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે હેબિટેટ મારી કોમેડી માટે જવાબદાર નથી.