Tamil Nadu Elections 2026: TVKની આંધી પાછળ એ ગેમચેન્જર વચનો, જેણે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયને તમિલનાડુના નાયક બનાવ્યા

વિજયે TVKના ચૂંટણી ઢંઢેરો જારી કરવા દરમિયાન જણાવ્યું કે, આ ડોક્યુમેન્ટ તિરુવલ્લુવરના તમિલ ગ્રંથ 'તિરુક્કુરલ'ના સિદ્ધાંતો પર આધારિત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 03:58 PM (IST)Updated: Mon, 04 May 2026 03:58 PM (IST)
thalapathy-vijays-tvk-emerges-as-biggest-party-in-tamil-nadu-elections-2026-game-changing-promises-explained
HIGHLIGHTS
  • અત્યાર સુધીના વલણોમાં વિજયની TVK પાર્ટી 100થી વધુ બેઠકો પર લીડ કરી રહી છે

Tamil Nadu Elections 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. જો કે શરૂઆતના વલણોમાં વિજયની TVK પાર્ટી હજુ પણ બહુમતના જાદુઈ આંકડાથી સહેજ દૂર છે.

અત્યાર સુધીના વલણોમાં TVKને 100થી વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે. તમિલનાડુની જનતાએ અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેના પગલે વિજય તમિલનાડુના નાયક તરીકે ઉભરીને આવ્યો છે.

વિજયના 11 વાયદા જેણે તેને સત્તાના સિંહાસન પર પહોંચાડ્યો

તમિલનાડુમાં વિજયની જીતનું સૌથી મોટું કારણે તેનો લોકપ્રિય ચહેરો નહીં, પરંતુ TVK પાર્ટીના એ વચનો છે, જેને વિજયને ફિલ્મોના એક્ટરથી તમિલનાડુના નાયક બનાવી દીધો છે. તો ચાલો વિજયે આપેલા એ વચનો પર એક નજર નાંખીએ, જે ગેમ ચેન્જર સાબિત થયા

  • મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાયતા
  • ગરીબ પરિવારોની મહિલાઓને લગ્ન માટે પાર્ટીએ 8 ગ્રામ સોનું અને બેસ્ક ક્વોલિટીની સિલ્ક સાડી આપવાનો વાયદો કર્યો
  • વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ
  • બેસ્ટ શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવાનો વાયદો
  • દરેક ઘર સુધી 100 ટકા પાઈપથી પાણી પહોંચાડવાનો વાયદો
  • 200 યુનિટ મફત વીજળી પુરી પાડવાનો વાયદો
  • દર વર્ષે 6 LPG સિલિન્ડર મફત આપવાનું વચન
  • 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન
  • મહિલા સ્વ સહાય જૂથ માટે 5 લાખ રૂપિયા સુધી ઝીરો વ્યાજે લોન આપવાનું વચન
  • ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકોને 4000 રૂપિયાનું ભથ્થુ અને ડિપ્લોમા હોલ્ડરોને 2500 રૂપિયાનું ભથ્થુ આપવાનો વાયદો
  • કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને નિયમિત કરવાનો વાયદો

વિજયે નવા સિદ્ધાંત બનાવ્યા

સાઉથના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક વિજયે TVKના ચૂંટણી ઢંઢેરો જારી કરવા દરમિયાન જણાવ્યું કે, આ ડોક્યુમેન્ટ તિરુવલ્લુવરના તમિલ ગ્રંથ 'તિરુક્કુરલ'ના સિદ્ધાંતો પર આધારિત છે. વિજયે તે સમયે અરમ (સદાચાર), પોરુલ (ધન) અને ઈનબમ (આનંદ) જેવા ગુણોને તેમણે રાજનીતિ અને વહીવટ માટે આવશ્યક ગણાવ્યા હતા. અમે એમ.કે. સ્ટાલિનની માફક જનતાને ગેરમાર્ગે નહીં દોરીએ.