West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામ આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. જો કે અત્યાર સુધી જારી કરવામાં આવેલા વલણો અનુસાર, ભાજપ 192 અને તૃણમૂલ કોંગ્રેસ 96 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આમ પશ્ચિમ બંગાળમાં ભાજપની લહેરને જોતા સૌ કોઈને જાણવાની ઉત્સુક્તા છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો પર ભાજપનું પ્રદર્શન કેવું રહ્યું છે?
પશ્ચિમ બંગાળમાં 30 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકોનું સમીકરણ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસ માટે આ બેઠકો હંમેશા સત્તાની ચાવી રહી છે, પરંતુ આ વખતે તેમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
મુર્શિદાબાદની શું છે સ્થિતિ?
જો મુર્શિદાબાદની વાત કરીએ તો, ભાજપના ગૌરીશંકર ઘોષ 35,732 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના શાઓની સિંઘા રૉય 22,183 મતે પાછળ ચાલી રહ્યા છે.
હબીબપુર પર પણ ભાજપ આગળ
હબીબપુર બેઠકની વાત કરીએ તો, ભાજપના ઉમેદવાર જૉયલ મુર્મૂ 28,580 વોત પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે TMCના ઉમેદવાર અમલ કિસ્કુને અત્યાર સુધીમાં માત્ર 15,112 મત જ મળી રહ્યા છે.
માનબજારમાં પણ ભાજપ લીડ તરફ
માનબજારની વાત કરીએ તો, ભાજપના ઉમેદવાર મયના મુર્મુ 14,049 વોચ પર લીડ કરી રહ્યા છે, જ્યારે TMCના ઉમેદવાર સંધ્યા રાની ટૂડુ 1343 મત પાછળ છે. આવી જ રીતે અલીપુરદ્વાર લોકસભા વિસ્તાર, જ્યાં મુસ્લિમો બહુમત છે, ત્યાં પણ ભાજપના ઉમેદવાર પરિતોષ દાસ 27,075 મતથી આગળ છે. જ્યારે TMC ઉમેદવાર સુમન કાંજીવાલ 11,563 મત પાછળ છે.
આમ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપને મળી રહેલા પ્રચંડ જનસમર્થનને લઈને વિપક્ષ નેતા સુર્વેન્દુ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ બંગાળમાં મુસ્લિમ મતોનું વિભાજન થયું છે, જેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મુસ્લિમોના પ્રભુત્વ ધરાવતા માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં આ પરિવર્તન સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 2021 અને 2024ની ચૂંટણીમાં જ્યાં 90 થી 95 ટકા મુસ્લિમ મતો એકતરફી TMCને મળ્યા હતા, જેમા હવે વિભાજન થતું જોવા મળી રહ્યું છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં ભાજપના શાનદાર પ્રદર્શન પાછળ મતદાર યાદીમાં સુધારણાને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. SIRના કારણે ખાસ કરીને મુસ્લિમ બહુમતી જિલ્લાઓમાં મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા હતા. જેનો સીધો ફાયદો ભાજપને મળતો જોઈ શકાય છે.
બીજી તરફ દક્ષિણ ભારત અને કૂચબિહાર જેવા વિસ્તારમાં મુસ્લિમ મતદારો હજુ પણ TMCને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે, પરંતુ પહેલા જેવું એકતરફી સમર્થન નથી આપતા. વલણ પ્રમાણે, ઉત્તર બંગાળમાં પોતાના પારંપારિક મજબૂત પ્રદર્શન સિવાદ ભાજપર દક્ષિણ ભારતમાં આશા કરતાં પણ ઉમદા પ્રદર્શન કરી રહ્યું છે.
જણાવી દઈએ કે, રાજ્યની 293 વિધાનસભા બેઠકો પર કઈ પાર્ટીના ઉમેદવારો જીતશે અને કોણ સરકાર બનાવશે, તેના પર સમગ્ર દેશની નજર છે. બંગાળમાં કુલ 294 બેઠકો છે, પરંતુ વોટિંગ 293 બેઠોક પર જ થયું છે. આ વખતે બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું. પ્રથમ તબક્કામાં 23 એપ્રિલ અને બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થયું, જેમાં રેકોર્ડ બ્રેક 90 ટકા મતદાન થયું.
