Telangana news: તેલંગાણાના ભદ્રાચલમમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારને હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ ન મળવાના કારણે પોતાના સંબંધીના મૃતદેહનો 4 કિલોમીટર સુધી ખભા પર ઉંચકીને લઈ જવાની ફરજ પડી હતી.
એમ્બ્યુલન્સ ન મળી, ખભા પર ઉઠાવ્યો મૃતદેહ
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણાના ભદ્રાચલમમાં રહેતા 45 વર્ષીય કંડી વેંકન્નાને ગયા અઠવાડિયે હીટસ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આધેડના મૃત્યુ બાદ તેમના મૃતદેહને લઈ જવા માટે પરિવારને હોસ્પિટલ તરફથી કોઈ એમ્બ્યુલન્સ કે વાહન મળી શક્યું ન હતું. કોઈ તાત્કાલિક મદદ ન મળતાં, સંબંધીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહને લગભગ ચાર કિલોમીટર સુધી પોતાના ખભા પર ઉઠાવીને લઈ જવો પડ્યો હતો.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోంది…
— KTR (@KTRBRS) May 25, 2026
బతికున్నప్పుడు అండ దొరకలేదు…
చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
కేసీఆర్ గారి పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా… pic.twitter.com/33h7612DNp
વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ
સોશિયલ મીડિયા પર આ આખી ઘટનાના વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલ અને જિલ્લાના અધિકારીઓએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. મૃતદેહને લઈ જવા માટે વાહન સમયસર કેમ ઉપલબ્ધ કરાવવામાં ન આવ્યું, તે અંગે અધિકારીઓએ પ્રાથમિક તપાસના આદેશ આપી દીધા છે.
વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર
આ ઘટનાએ ટૂંક સમયમાં જ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. વિપક્ષી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) નેતાઓએ તેલંગાણામાં આરોગ્ય અને કટોકટી સેવાઓની કથળતી સ્થિતિને લઈને સત્તાધારી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામારાવે (K T Rama Rao) કોંગ્રેસ સરકાર પર તેલંગાણાને ફરી એકવાર સંકટ અને અપમાનની સ્થિતિમાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે.
કે.ટી. રામારાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "કોંગ્રેસના શાસનમાં તેલંગાણાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે, તે સમજવા માટે માત્ર આ એક ઘટના જ પૂરતી છે. KCR સરકારમાં એક ગરીબ વ્યક્તિની અંતિમ યાત્રા પણ શબવાહિની સેવાઓ દ્વારા પૂરા સન્માન સાથે કાઢવામાં આવતી હતી. આજે, પરિવારો શબને પોતાના ખભા પર ઉંચકવા માટે મજબૂર છે. આ શરમજનક બાબત છે."
