Vijay Oath Ceremony Video: તમિલનાડુના રાજકારણમાં રવિવારે એક નવા યુગની શરૂઆત થઈ છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજયે રાજ્યના નવમામુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, આ ભવ્ય સમારોહમાં વિજયે પોતાની પદની ગરિમાની સાથે અત્યંત સાદગીનો પરિચય આપ્યો હતો, જેની ચર્ચા હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે. શપથ ગ્રહણ બાદ સ્ટેજ પર નડતરરૂપ બનતા ટેબલને મુખ્યમંત્રીએ જાતે જ ખસેડીને સ્ટાફને મદદ કરી હતી.
સાદગી જોઈ રાહુલ ગાંધી પણ પ્રભાવિત
શપથ ગ્રહણ વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે રાજ્યપાલ અને અન્ય મહાનુભાવો સાથે ગ્રુપ ફોટોગ્રાફ લેવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે સ્ટેજ પર રાખવામાં આવેલું એક ટેબલ ફોટોગ્રાફીમાં અવરોધ ઊભો કરી રહ્યું હતું. પ્રોટોકોલ મુજબ સ્ટાફના સભ્યો આ ટેબલ હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજયે પ્રોટોકોલની પરવા કર્યા વગર જાતે જ આગળ આવીને ટેબલ ઉઠાવવામાં મદદ કરી હતી.
Zero ego 💯💯❤️❤️
— dongry (@dongryravaii) May 10, 2026
CM vijay lifts table in the stage
A guy from us in the power 💯🫂#TVK #TVKVijayHQ #TVKVijay pic.twitter.com/y3qL8vmSZt
આ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોઈને કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હેરાન રહી ગયા હતા. મુખ્યમંત્રીની આ સહજતા અને મદદ કરવાની ભાવના જોઈને રાહુલ ગાંધીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાહકો અને રાજકીય વિશ્લેષકો વિજયના વખાણ કરી રહ્યા છે.
નવમા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં તમિલનાડુના નવમા મુખ્યમંત્રી તરીકે વિજયે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે રાજકીય નેતા રાહુલ ગાંધી ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ત્રિશા અને અન્ય અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળતા જ વિજય પર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
