સરદાર પટેલની 150મી જયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાને શ્રીનગરના લાલચોક ખાતે ઐતિહાસિક ધ્વજવંદન કર્યું

ભારત રાષ્ટ્રની ઉન્નતિ, આબાદી, એકતા અને શાંતિ માટે સંદેશ પાઠવ્યો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 60 ઉપરાંત સંતો, 600 હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Sep 2026 09:05 PM (IST)Updated: Thu, 24 Sep 2026 09:05 PM (IST)
swaminarayan-gadi-saints-hoist-indian-flag-at-srinagars-lal-chowk-for-sardar-patels-150th-jayanti

Lal Chowk Flag Hoisting:સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ, વિશ્વ સત્સંગ સમ્રાટ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં લાલચોક, શ્રીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જયંતિના સમાપન પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે સંતવૃંદ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

ભારત રાષ્ટ્રની ઉન્નતિ, આબાદી, એકતા અને શાંતિ માટે સંદેશ પાઠવ્યો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 60 ઉપરાંત સંતો, 600 હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોના, સિક્યુરિટીના તથા અત્રે ભારતમાતાનું મંદિર છે તેનાં સંચાલકોનું પણ કહેવાનું છે કે આવો ઐતિહાસિક કાર્યક્રમ સર્વપ્રથમ યોજાયો હતો.

આ પ્રસંગે કિશોર મકવાણા ભારત સરકારના અનુસુચિત આયોગના ચેરમેન તથા મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા. સમાપન પ્રસંગે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.