Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં બિલકિસ બાનો કેસ સાથે સંબંધિત દોષિતોને મુક્ત કરવાના આદેશની સમીક્ષાની માંગ કરવામાં આવી હતી.
પિટિશનને સૂચિબદ્ધ કરવા માટેની અરજી ફગાવી દેવામાં આવી
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચ ખુલ્લી અદાલતમાં સમીક્ષા અરજીને સૂચિબદ્ધ કરવાની અરજીને પણ નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે અમે રિવ્યુ પિટિશન, પડકારવામાં આવેલા આદેશ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો પર ધ્યાનપૂર્વક વિચાર કર્યો છે.
રિવ્યુ પિટિશનમાં કોઈ યોગ્યતા નથી
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તમામ દસ્તાવેજોની તપાસ કર્યા પછી, અમે સંતુષ્ટ છીએ કે રેકોર્ડમાં કોઈ ભૂલ નથી અથવા રિવ્યુ પિટિશનમાં કોઈ યોગ્યતા નથી જેના માટે આદેશ પર પુનર્વિચારની જરૂર છે. બેન્ચે કહ્યું કે તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે.
ગુજરાત સરકારે અરજીમાં શું કહ્યું?
ગુજરાત સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના 8 જાન્યુઆરીના ચુકાદામાં એવું કહેવું યોગ્ય નથી કે તેમણે ગુનેગારો સાથે મળીને કામ કર્યું છે. કોર્ટની આ ટિપ્પણી અયોગ્ય છે. જો કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ દલીલ સાથે અસહમતિ વ્યક્ત કરી.
