Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 17 વર્ષ જેલમાં રહ્યા બાદ 2 આરોપીઓને મળ્યા જામીન

આ બન્ને આરોપીઓએ 2017 ના રોજ બોમ્બે હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેમના પર લાગેલો આરોપ અને આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 03:04 PM (IST)Updated: Mon, 16 Nov 2026 03:04 PM (IST)
bilkis-bano-case-supreme-court-grants-bail-to-two-convicts-after-17-years-in-jail
બિલકિસ બાનો કેસ

Bilkis Bano Case: ગુજરાતના બિલકિસ બાનો કેસમાં મોટી માહિતી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે બે આરોપીઓને મળેલી આજીવન કેદની સજા સ્થગિત કરી છે અને તેમને જામીન આપ્યા છે.

જાણો કોર્ટે શું આપ્યો ચુકાદો

આ અંગે વિગતે વાત કરીએ તો, કોર્ટે નિર્ણય આપતા સમયે કહ્યું કે, બન્ને આરોપીઓ 17 વર્ષથી વધુ સમય જેલની અંદર પસાર કરી ચૂક્યા છે અને તેમની અરજીમાં એવા તથ્યો અને કાયદાકીય મુદ્દાઓ સામેલ છે જેમના પર વિચાર કરવાની જરુર છે. આ ઉપરાંત કોર્ટે એ વાત પર પણ ધ્યામ દોર્યું કે અરજીકર્તામાંથી એક વ્યક્તિ જોષી વિકલાંગ છે.

જસ્ટીસ એમએમ સુંદરેશ અને જસ્ટીસ પ્રસન્ના બી વરાલેની બેન્ચે આ અંગે 28 ઓક્ટોબરના રોજ આદેશ કર્યો હતો. નોંધવા જેવી બાબત એ પણ છે કે, બીપીન જોશી અને પ્રદીપ મોઢીયા તે 11 લોકોમાં સામેલ છે જેઓની સમય પહેલા મુક્તિ સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024 માં રદ્દ કરી હતી.

આ બન્ને આરોપીઓએ 2017 ના રોજ બોમ્બે હાઈકોર્ટના તે નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેમના પર લાગેલો આરોપ અને આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવ્યા હતા.

શું હતો ઘટનાક્રમ?

આ કેસ અંગે વિગતે વાત કરીએ તો, 2002 ના રોજ બિલકિસ બાનો ઉપર બળાત્કાર કરાયો હતો ત્યારે તેમની ઉંમર 21 વર્ષની હતી. એટલું જ નહીં તે સમયે તે 5 મહિનાની ગર્ભવતી હતી, 2002 ના રોજ થયેલા રમખાણો તેમની સાથે સામુહિક દુષ્કર્મ આચવામાં આવ્યું હતું અને તેમની 3 વર્ષની દીકરી સહિત તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી.