Sudha Murty: સુધા મૂર્તિ રાજ્યસભા માટે થયા નોમિનેટ, PM મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી શુભેચ્છા પાઠવી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 08 Mar 2024 04:32 PM (IST)Updated: Fri, 08 Mar 2024 04:33 PM (IST)
sudha-murthy-has-been-nominated-for-rajya-sabha-pm-modi-gave-the-information-on-social-media-and-wished-him-well

Sudha Murty: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા કહ્યું કે, 'સુધા મૂર્તિને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થવા બદલ અભિનંદન, તેમની હાજરી આપણી નારી શક્તિનો સશક્ત પુરાવો છે. જે આપણા દેશના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે.'

વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન અપાર અને પ્રેરણાદાયી રહ્યું છે. પીએમ મોદીએ પણ સુધા મૂર્તિને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.

કોણ છે સુધા મૂર્તિ?
સુધા મૂર્તિ ઇન્ફોસીસના સહ-સ્થાપક એન આર નારાયણ મૂર્તિની પત્ની છે અને મૂર્તિ ટ્રસ્ટના ચેરપર્સન પણ છે. તે એક લેખિકા અને સામાજિક કાર્યકર છે. તેમણે અત્યાર સુધી ઘણા પુસ્તકો લખ્યા છે. 73 વર્ષીય સુધા મૂર્તિનું નામાંકન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આવ્યું છે. ભારત સરકારે સુધા મૂર્તિને 2006માં પદ્મશ્રી અને 2023માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

સંસદભવનની મુલાકાત લીધી હતી
સુધા મૂર્તિએ તાજેતરમાં સંસદની નવી ઇમારતની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'લાંબા સમયથી સંસદ ભવન જોવા માંગતી હતી અને તેનું સપનું પૂરું થયું છે. સંસદ ભવન ખૂબ જ સુંદર છે. મારી પાસે તેના વખાણ કરવા માટે શબ્દો નથી. આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.'

રાજકારણમાં જોડાવાના પ્રશ્ન પર જવાબ આપ્યો
સુધા મૂર્તિએ રાજનીતિમાં જોડાવાના સવાલ પર મજેદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 'હું જેવી છું, જે જગ્યા પર છું, ત્યાં ખૂબ જ ખુશ છું.' સુધા મૂર્તિના આ જવાબ પર ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.