Sudha Murty: અનંત-રાધિકાના લગ્નમાં કોઈ ખાસ ડ્રેસ કે જ્વેલરી માટે નહિ, પરંતુ સાદગીના કારણે સોશિયલ મીડિયા પર છવાયા સુધા મૂર્તિ

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Jul 2024 11:44 AM (IST)Updated: Wed, 17 Jul 2024 11:47 AM (IST)
sudha-murty-simplicity-steals-the-show-anant-ambani-and-radhika-merchant-wedding

Sudha Murty, Anant Radhika Wedding: રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિની તેમના સાદગીભર્યા જીવન માટે ઘણી વખત પ્રશંસા કરવામાં આવે છે. ત્યારે અનંત અંબાણીના લગ્નમાં પણ તેમના સાદગી સૌની ચર્ચાનું કારણ બની હતી. આ પહેલા પણ એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે 30 વર્ષથી કોઈ સાડી નથી ખરીદી.

અનંત અંબાણીના લગ્નમાં સુધા મૂર્તિ કે જેઓ ઈન્ફોસિસના ફાઉન્ડર છે. તેઓ જાંબલી રંગની સાડીમાં લગ્નમાં પહોંચ્યા હતા. તેમના ગળામાં માત્ર સામાન્ય મંગળસૂત્ર અને હાથમાં ઘડિયાળ પહેરી હતી. તેમની આ સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. એકબાજુ જ્યાં ફિલ્મી સિતારાઓના પોશાકોની ચર્ચા ચારેકોર થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે સુધા મૂર્તિની સાદગી છવાયેલી રહી.

નમ્રતા શિરોડકરે ઈન્સ્ટ્રાગ્રામ પર સુધા મૂર્તિ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે આ બુદ્ધિશાળી મહિલા વિશે ઘણું સાંભળ્યું હતું. પરંતુ તેમની સાથેની મુલાકાતે મારા વિશ્વાસને વધારે મજબૂત બનાવી દીધો છે.

માનસી પારેખે પણ સુધા મૂર્તિ સાથેની તસવીર પોસ્ટ કરી હતી. જેના પર અનેક યુઝર્સ તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે જણાવ્યું કે સુધા મૂર્તિએ અનંત અંબાણીના લગ્ન માટે પણ પોતાની સાદગી નથી છોડી. તેમને દિલથી સન્માન છે. જ્યારે અન્ય એક યુઝર્સે જણાવ્યું હતું કે એક સ્માર્ટ અને અરબપતિ મહિલાને માત્ર એક મંગળસૂત્ર સાથે જોવા એક સુખદ અનુભવ છે.