Kolkata Durga Puja:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સપ્તમીની સાંજે ચોરબાગાન જાહેર દુર્ગાપૂજાના પંડાલમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અને આ સંજોગોમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. અનેક લોકોને ઈજા પહોંચી છે, ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. ઘટના અંગે માહિતી મળતા મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા આયોજકોને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પંડાલને દર્શન માટે બંધ કરવામાં આવ્યો છે.
ઘટના સમયે ભારે વરસાદ થઈ રહ્યો હતો. વરસાદ વચ્ચે પંડાલમાં દર્શનાર્થીઓની ભીડ વધતા સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી. આ સાથે એવી પણ માહિતી મળી છે કે પંડાલનું માળખુ તૂટી જવાને લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પૂજાના આયોજક વિકાસ દાસે જણાવ્યું હતું કે હજું એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે આ ઘટના કેવી રીતે સર્જાઈ. તેમની પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાના છે. ભીડના દબાણમાં લોકો કચડાઈ ગયા કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હજું સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.
આ દરમિયાન બંગાળ સરકારે એક ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. દુર્ઘટના સાથે સંકળાયેલ કોઈ પણ પ્રકારની માહિતી અથવા સહાયત મેળવવા માટે લોકો 18003455678 નંબર પર સંપર્ક કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોરબગાન સાર્વજનિક દુર્ગોત્સવ સમિતિએ આ વર્ષે તેના પૂજા પંડાલની થીમ આર્બ રાખી હતી. જેનો અંગ્રેજી અર્થ ધ્વનિથી વેગ. આ અસાધારણ મારફતે ધ્વન અંગે પરિચિત મર્યાદાથી આગળ વધીને મૌનની ગહેરાઈને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Kolkata's Chorbagan Sarbojanin Durga Puja stampede incident | The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000. https://t.co/DUG0a6l5p7
— ANI (@ANI) October 17, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાને દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મૃતકોના પરિવારજનો માટે તથા ઈજાગ્રસ્તોને માટે આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.
#WATCH | North Kolkata, West Bengal | A stampede-like situation was reported at the Chorbagan Sarbojanin Puja pandal. The injured were shifted to the hospital. More details awaited. https://t.co/EZm78mo5mN
— ANI (@ANI) October 17, 2026
