Dhirendra Shastri: રાણી લક્ષ્મીબાઈની યાદ અપાવે છે સોફિયા કુરેશી, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી પાકિસ્તાન વિશે કર્યા આકરા પ્રહાર

તેમણે કહ્યું કે પાકિસ્તાનની વિચારસરણી ક્યારેય સીધી ન હોઈ શકે. તેમણે વિજયના નામે પાકિસ્તાનના ઉજવણી પર કટાક્ષ કર્યો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 12 May 2025 03:04 PM (IST)Updated: Mon, 12 May 2025 03:04 PM (IST)
sophia-qureshi-reminds-me-of-rani-lakshmibai-dhirendra-shastri-again-hits-out-at-pakistan

Dhirendra Shastri: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે યુદ્ધ વિરામના ઉલ્લંઘન અંગે પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપીને પાકિસ્તાનને આકરી પ્રતિક્રિયા આપી છે. યુદ્ધ વિરામના પ્રશ્ન પર, પંડિત ધીરેન્દ્રએ પાકિસ્તાનને વંઠેલું બાળક અને કૂતરાની પૂંછડી… ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની વિચારસરણી ક્યારેય સીધી ન હોઈ શકે. તેમણે "વિજય"ના નામે પાકિસ્તાનના ઉજવણી પર કટાક્ષ કર્યો.

લડાઈ વિના કોઈ જીત કે હાર નથી - ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે યુદ્ધ વિના કોઈ જીત કે હાર નથી. આપણી ભારતીય સેના હજુ યુદ્ધમાં ઉતરી પણ નથી, તો પછી પાકિસ્તાન શેની ઉજવણી કરી રહ્યા છે? જ્યારે તેમના દરેક વિસ્તારમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, ત્યારે અમે નાની દિવાળી ઉજવી રહ્યા હતા. શું તેમને તે દેખાતું નહોતું?. મહત્ત્વનું છે કે, ધિરેન્દ્ર શાસ્ત્રીએ પાકિસ્તાનની જૂની આદતો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પાકિસ્તાનને રડવાની આદત છે.

દરેક ગામમાં તાલીમ કેન્દ્રો ખોલવા જોઈએ - ધિરેન્દ્ર શાસ્ત્રી
પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશની સુરક્ષા અંગે કહ્યું હતું કે, દરેક ગામમાં સેના સંબંધિત તાલીમ કેન્દ્રો ખોલવા જોઈએ. જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક ગામના બાળકો અને યુવાનો દેશની રક્ષામાં યોગદાન આપી શકે.

સોફિયા કુરેશી મને લક્ષ્મીબાઈ-ધીરેન્દ્ર શાસ્ત્રીની યાદ અપાવે છે
આ દરમિયાન બાબા બાગેશ્વરે 'ઓપરેશન સિંદૂર'ની નાયિકા કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી અને કહ્યું કે, અમને સોફિયા કુરેશી પર ગર્વ છે. જે બુંદેલખંડની ભૂમિ નૌગાંવની છે. તેમણે જે બહાદુરી અને નેતૃત્વ સાથે નેતૃત્વ કર્યું તે આપણને મહારાણી લક્ષ્મીબાઈની યાદ અપાવે છે. સોફિયા કુરેશીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, જ્યારે દેશની દીકરીઓ દેશ માટે ઉભી રહે છે, ત્યારે દુશ્મનોને હંમેશા હારનો સામનો કરવો પડે છે.