Shiv Sena Leader Shishir Shinde: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી બદલાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મોટો ઝાટકો લાગ્યો છે. શિવસેના (યૂબીટી)ના પૂર્વ વિધાયક શિશિર શિંદેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઉદ્ધવ ઠાકરેને રાજીનામું સોંપતા કહ્યું કે, પાર્ટીમાં ઉપનેતા બન્યાના એક વર્ષ થઈ ગયો હોવા છતાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી નથી.
શિશિર શિંદેએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી ઉદ્ધવ ઠાકરે તેનાથી મળી રહ્યા ન હતા. ઘણા પ્રયાસ કર્યા હોવા છતાં પાર્ટી અધ્યક્ષ સાથે તેમની મુલાકાત થઈ ન હતી. શિશિર શિંદે રાજીનામાં પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા ચાર વર્ષમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી, માત્ર નામનું પદ આપવામાં આવ્યું છે, જેના કારણે તેના કરિયરના ચાર વર્ષ વેડફાઈ ગયા.
શિશિર શિંદે 22 વર્ષ પહેલા ભારત-પાકિસ્તાનની મેચ રોકવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. વર્ષ 1991માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા શિશિર શિંદે અને પાર્ટીના અન્ય કેટલાક નેતાએ સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી. જેના કારણે તે દેશભરમાં ચર્ચામાં આવી ગયા હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
